કોલકાતાની ઘટનામાં આરોપીની ધરપકડ છતાં પણ કેમ હડતાળ પર છે ડૉક્ટર્સ, IMAની શું છે માંગ?
કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસના વિરોધમાં દેશભરના ડૉક્ટરમાં ગુસ્સો છે. ડૉક્ટરો સતત રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ

કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસના વિરોધમાં દેશભરના ડૉક્ટરમાં ગુસ્સો છે. ડૉક્ટરો સતત રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની અપીલ પર શનિવારે 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળ પણ શરૂ થઇ ગઇ છે.
જોકે, IMAએ સ્પષ્ટ કર્યું કે 24 કલાક સુધી ચાલનારા વિરોધ-પ્રદર્શન દરમિયાન તમામ જરૂરી સેવાઓ ચાલુ રહેશે અને ઘાયલોની સારવાર કરવામાં આવશે. વિરોધ દરમિયાન ડૉક્ટર માત્ર કોઇ નિયમિત ઓપીડી અને વેકલ્પિક સર્જરી નહીં કરે. IMAએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે પોતાની પાંચ માંગ પણ મુકી છે.
IMAની પાંચ મુખ્ય માંગ
1. IMAએ રેસિડેન્ટ ડૉક્ટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં મોટા પાયે બદલાવની માંગ કરી છે. 36 કલાકની ડ્યુટી શિફ્ટને ઓછી કરવા અને આરામ કરવા માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.
2. IMAની બીજી મોટી માંગ એક કેન્દ્રીય અધિનિયમની છે, જેના હેઠળ 2023માં મહામારી રોગ અધિનિયમ 1897માં કરવામાં આવેલા સંશોધનોને 2019ના પ્રસ્તાવિત હૉસ્પિટલ સંરક્ષણ બિલમાં સામેલ કરવાની માંગ છે. IMAનું માનવું છે કે આ પગલાથી 25 રાજ્યમાં કાયદા મજબૂત બનશે. IMAએ સરકારને કોરોના દરમિયાન લાગુ કરવામાં આવેલા બિલ જેવું જ બિલ લાવવાનું સૂચન આપ્યું છે.
3. IMAએ આ મામલે એક નક્કી સમય-સીમામાં ગુનાની નિષ્પક્ષ અને સારી રીતે તપાસ અને પીડિત પરિવારને પુરો ન્યાય આપવાની માંગ કરી છે.
4. IMAની માંગ છે કે તમામ હૉસ્પિટલમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવે. હૉસ્પિટલમાં સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ જેવા હોય. આ યાદીમાં હોસ્પિટલોને જરૂરી સુરક્ષા અધિકાર સાથે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવો જોઇએ. CCTV કેમેરા લગાવવામાં આવે, હૉસ્પિટલમાં તૈનાત સુરક્ષાકર્મીઓ અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.
5.IMAએ પીડિત પરિવારને યોગ્ય અને સમ્માનજનક વળતર આપવાની પણ માંગ કરી છે.








