મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સુદર્શન રેડ્ડી VS રાધાકૃષ્ણન...', ખડગેએ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની કરી જાહેરાત

વિપક્ષી ભારત ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

'સુદર્શન રેડ્ડી VS રાધાકૃષ્ણન...', ખડગેએ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની કરી જાહેરાત

વિપક્ષી ભારત ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરતાં કહ્યું કે, વિપક્ષી ગઠબંધને સર્વાનુમત્તે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને જાહેર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધને સર્વાનુમતે તેમનું નામ પસંદ કર્યું છે. બી સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ, 1946 ના રોજ થયો હતો, તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવાના પ્રથમ લોકાયુક્ત હતા.

આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે પોતાની ન્યાયિક કારકિર્દી શરૂ કરી

જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી આંધ્રપ્રદેશના છે. તેમણે ૧૯૯૧માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે પોતાની ન્યાયિક કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ બાદ તેમને ગોવાના પ્રથમ લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગોવામાં લોકાયુક્ત તરીકે તેમણે પ્રામાણિક અને કડક છબી ધરાવતા અધિકારી તરીકે કામ કર્યું. તેમણે દબાણ વિના ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરી અને પારદર્શિતાની હિમાયત કરી.

સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારીને વિપક્ષે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે તે બંધારણ, ન્યાયતંત્ર અને પારદર્શિતાના પક્ષમાં એક એવો ચહેરો રજૂ કરી રહ્યું છે જે યોગ્ય છે. વિપક્ષ માને છે કે રેડ્ડીની સ્વચ્છ છબી અને ન્યાયિક અનુભવ તેમને ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ માટે યોગ્ય ઉમેદવાર છે.

કોણ છે બી સુદર્શન રેડ્ડી

બીએ, એલએલબીની ડિગ્રી ધરાવતા બી સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ, 1946ના રોજ થયો હતો. તેઓએ 27 ડિસેમ્બર, 1971માં આંધ્રપ્રદેશના બાર કાઉન્સિલ સાથે હૈદરાબાદમાં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 2 મે, 1995માં આંધ્રપ્રદેશમાં તેમની કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી. 2005માં તેઓ ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. બાદમાં 12 જાન્યુઆરી, 2007માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. 8 જુલાઈ, 2011ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા. 

વિપક્ષ ઈન્ડિયા એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવાના ભૂતપૂર્વ લોકાયુક્ત જસ્ટિસ (નિવૃત્ત) બી. સુદર્શન રેડ્ડીને ઉતાર્યા છે. તેઓ શાસક પક્ષના ઉમેદવાર અને ભાજપના નેતા સીપી રાધાકૃષ્ણનને સીધા પડકારશે. આ જાહેરાત થતાં હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને પ્રતિષ્ઠિત સ્પર્ધા બનશે.

આ સમાચાર શેર કરો