ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને મળ્યા પેરોલ, જેલમાંથી બહાર આવ્યા બાદ લઈ શકે છે શપથ
અમૃતપાલ સિંહને કેટલીક શરતો સાથે 4 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે, જ

અમૃતપાલ સિંહને કેટલીક શરતો સાથે 4 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે, જે 5મી જુલાઈથી શરૂ થશે. ડીસી અમૃતસર ઘનશ્યામ થિયરીએ જણાવ્યું કે જેલ અધિક્ષક ડિબ્રુગઢને આ અંગે જાણ કરવામાં આવી છે.
આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને કેટલીક શરતો સાથે 5 જુલાઈથી 4 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. ખાલિસ્તાની સંગઠન 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી અપક્ષ તરીકે લોકસભા ચૂંટણી જીત્યા છે.
અમૃતપાલને કેટલીક શરતો સાથે 4 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે, જે 5મી જુલાઈથી શરૂ થશે. ડીસી અમૃતસર ઘનશ્યામ થિયરીએ જણાવ્યું કે જેલ અધિક્ષક ડિબ્રુગઢને આ અંગે જાણ કરવામાં આવી છે.
NSA એક વર્ષ માટે લંબાવાયું
અમૃતપાલ સિંહ ગયા વર્ષે માર્ચથી જેલમાં છે. 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ અને તેના ત્રણ સહયોગીઓની કસ્ટડીનો સમયગાળો 24 જુલાઈએ પૂરો થવાનો હતો, જ્યારે અન્ય છ સહયોગીઓની કસ્ટડીનો સમયગાળો 18 જૂને પૂરો થવાનો હતો. અમૃતપાલ સહિત અન્ય 9 આરોપીઓની NSA એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.
NSA ઓર્ડર સામાન્ય રીતે એક વર્ષ માટે અસરકારક હોય છે. હવે તેને 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. પંજાબ સરકારના આ પગલાને અમૃતપાલ સિંહ અને તેના 10 સહયોગીઓ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ શપથ લઈ શકે છે
બાકીના સાંસદોએ 18મી લોકસભા સત્રના ત્રીજા દિવસે સ્પીકરની ચૂંટણી પહેલા શપથ લેવાના હતા. આ સાંસદોમાં અમૃતપાલ સિંહ પણ સામેલ હતા. પરંતુ જેલમાં હોવાને કારણે તેઓ શપથ લઈ શક્યા ન હતા. જોકે, લોકસભાના મહાસચિવે સાંસદ તરીકેના શપથ માટે તેમનું નામ બોલાવ્યું હતું. હવે માનવામાં આવી રહ્યું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ અમૃતપાલ શપથ લઈ શકે છે.








