'યોગીની કારકિર્દી પૂરી કરી દેશે', જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનો પીએમને લલકાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'દરેકને મારી શુભેચ્છા. હું 50 દિવસ પછી જેલમાંથી સીધો તમારી પાસે આવ્યો છું, સારું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'દરેકને મારી શુભેચ્છા. હું 50 દિવસ પછી જેલમાંથી સીધો તમારી પાસે આવ્યો છું, સારું લાગે છે. બજરંગબલીની કૃપા છે. AAPના ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. PMએ AAPને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. તેઓએ મને જેલમાં મોકલી દીધો. તેમણે સૌથી વધુ ચોરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા.' આ ઉપરાંત સીએમ કેજરીવાલે કહ્યું કે 'વડાપ્રધાન મોદી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. વડાપ્રધાન મોદી વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલવા માંગે છે.'
આપ પાર્ટી નહીં એક વિચાર ધારા છે. હું જેલની બહાર આવી સીધો તમારી પાસે આવ્યો છું. પીએમ મોદી બધાને ખતમ કરવા માંગે છે. વસુંધરાને ખતમ કર્યા. હવે જો ભાજપ જીતશે તો બે મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બદલી નાંખશે. યોગીની કારકિર્દી ખતમ કરી દેશે. અડવાણીને રિટાયર્ડ કર્યા. મુરલી મનોહર જોશીને રિટાયર્ડ કર્યા. બધાને કર્યા. 75થી વધુ ઉંમરના બહાના હેઠળ ભાજપના નેતાઓને રિટાયર્ડ કર્યા. હવે મોદીજી તમે પણ 75 ના થવા આવ્યા. પીએમ મોદી અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. હું પૂછુ છું કે અમિત શાહ મોદીની ગેરન્ટી પૂરી કરશે? પીએમે વન નેશન વન મિલકતનું મિશન ચાલુ કર્યું. જ્યારે જ્યારે તાનાશાહે સત્તા સંભાળવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ત્યારે લોકોએ સત્તાથી ઉખાડી ફેંક્યા છે. હું તાનાશાહીને રોકવા દેશભરમાં ફરીશ.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10 મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે, ત્યારબાદ તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. ત્યારે આજે કેજરીવાલ હનુમાન મંદિરના દર્શન કરીને આમ આદમી પાર્ટીની ઓફિસ પહોંચ્યા છે.
'લોકો અમારી સાથે છે' : સીએમ ભગવંત માન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલમાંથી છૂટ્યા બાદ AAPની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે 'લોકો અમારી સાથે છે.'
કેજરીવાલે શનિ મંદિરમાં પૂજા કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રીએ જેલમાંથી બહાર આવ્યા બાદ સૌથી પહેલા કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. આ પછી તેઓ પત્ની સાથે નવગ્રહ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાન શિવની પૂજા કરી. આ દરમિયાન સીએમ ભગવંત માન પણ હાજર હતા.
કેજરીવાલ જેલમાંથી બહાર આવતા આપને રાહત મળી
નોંધનીય છે કે કેજરીવાલ જેલમાંથી બહાર આવવાથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે, કારણ કે તેઓ AAPના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે. અરવિંદ કેજરીવાલ એવા સમયે જેલમાંથી બહાર આવ્યા છે જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી થવાની બાકી છે. આ ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ઘણી મજબૂત છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનો ત્રણેય રાજ્યોમાં રેલીઓ અને રોડ શો કરવાનો પ્લાન છે.








