મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કંગના રનૌત સોનિયા ગાંધીની માફી માગે, નહીં તો માનહાનિનો કેસ કરીશ', હિમાચલ મંત્રી વિક્રમાદિત્ય 

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે કરેલ

'કંગના રનૌત સોનિયા ગાંધીની માફી માગે, નહીં તો માનહાનિનો કેસ કરીશ', હિમાચલ મંત્રી વિક્રમાદિત્ય 

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે કરેલા નિવેદનથી વધુ એક રાજકીય ખળભળાટ મચી ગયો છે. હકિકતમાં કંગનાએ આરોપ લગાવ્યો કે, હિમાચલની કોંગ્રેસ સરકાર લોન લઈને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને આપે છે. આ રીતે કોંગ્રેસ પોતાની કોથળી ભરી રહી છે. સોનિયા ગાંધીએ રાજ્યની તિજોરીને 'ખોખલી' કરી છે અને આ હિમાચલની દુર્દશા છે. હિમાચલના બાળકોના ભવિષ્ય પર કુહાડી મારવામાં આવી રહી છે. આ જોઈને તેને બહુ દુઃખ થાય છે.

સોનિયા ગાંધી પર સાંસદ કંગના રનૌતની આ ટિપ્પણી પર કોંગ્રેસનો ગુસ્સો સાતમા આસમાને છે. હિમાચલ પ્રદેશના જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કંગના રનૌત પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કંગના માનસિક દેવાળિયાનો શિકાર બની ગઈ છે. ધડમાથા વિનાના અર્થહિન નિવેદનો કરી રહી છે. વિક્રમાદિત્ય સિંહે સોમવારે શિમલામાં કહ્યું કે, જો કંગના રનૌત સોનિયા ગાંધીની માફી નહીં માંગે તો તેઓ તેમની સામે માનહાનિનો દાવો કરશે.

વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, સેન્સર બોર્ડે કંગના રનૌતની ફિલ્મને બ્લોક કરી દીધી છે, એટલે આ દિવસોમાં તે મંડી સ્થિત પોતાના ઘરે બેસીને વિચાર્યા વગર વાહિયાત નિવેદનો આપી રહી છે. કંગના રનૌતે પોતાના નિવેદન સાથે જોડાયેલા તથ્યો રજૂ કરવા જોઈએ. જો તે આ સાથે જોડાયેલા તથ્યો રજૂ ન કરી શકે તો તેણે સોનિયા ગાંધીની માફી માંગવી જોઈએ.

જણાવી દઈએ કે, વિક્રમાદિત્ય સિંહે વકફ બોર્ડમાં સુધારા અંગે પણ વાત કરતા કહ્યું કે, રાજ્યમાં આંતરિક સુરક્ષા જાળવવાની જવાબદારી સરકારની છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જે પ્રકારનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, એવામાં વકફ બોર્ડની મિલકતો, જમીનો અને પૈસાની લેવડદેવડની જાણકારી લોકોની વચ્ચે આવવી જોઈએ. 

આ ઉપરાંત હિમાચલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે પણ કંગનાના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, તે તથ્યો વગર નિવેદન આપી રહી છે. કોઈ કેવી રીતે વિચારી શકે કે કેન્દ્ર તરફથી આવતી સહાય અને રાજ્ય માટે લેવામાં આવતી લોન સોનિયા ગાંધીના ખાતામાં જઈ રહી છે? આવા નિવેદનો જ તેમની માનસિકતા દર્શાવે છે. જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

આ સમાચાર શેર કરો