મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, આ તારીખે લેશે શપથ

જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગેની જાણકારી આ

સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, આ તારીખે લેશે શપથ

જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગેની જાણકારી આપી છે.  જસ્ટિસ સંજીવ ખન્ના વર્તમાન CJI DY ચંદ્રચુડનું સ્થાન લેશે. 

જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બરે CJI તરીકે શપથ લેશે

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ(X) પર ટ્વિટ કરીને જણાવ્યું કે, જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બરે CJI તરીકે શપથ લેશે. 

હાલના સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. પરંપરા મુજબ સીજેઆઈ પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરી હતી.

કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?

જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર, 2024ના રોજ 6 મહિનાના કાર્યકાળ માટે ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળશે. આ પછી તે નિવૃત્ત થઈ જશે. જાન્યુઆરી 2019 માં, તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેઓ હાલમાં કંપની લો, આર્બિટ્રેશન, સર્વિસ લો, મેરીટાઇમ લો, સિવિલ લો અને કોમર્શિયલ લો માટેના રોસ્ટર પર છે.

તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ સંજીવ ખન્ના 358 બેન્ચનો ભાગ રહ્યા છે અને 90થી વધુ ચુકાદાઓ આપ્યા છે. 2023માં તેમણે શિલ્પા શૈલેષ મામલે બંધારણીય બેંચનો ચુકાદો સંભળાવ્યો હતો. 

ગયા વર્ષે, તેઓ એસસી અને એસટી માટે પ્રમોશનમાં અનામતના મુદ્દાની સુનાવણી કરતી ત્રણ જજની બેન્ચનો ભાગ હતા. 2019માં તેમણે પ્રખ્યાત 'RTI જજમેન્ટ'માં બહુમતી ચુકાદો આપ્યો. 2022માં તેમણે કહ્યું હતું કે આર્બિટ્રેટર્સ તેમની ફી એકપક્ષીય રીતે નક્કી કરી શકતા નથી.

આ સમાચાર શેર કરો