મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'જંગલરાજના નેતાઓને 65 વોલ્ટનો ઝટકો લાગશે', પ્રથમ તબક્કામાં જંગી મતદાન પર PM મોદી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદારોએ જંગી મતદાન કર્યું છે.

'જંગલરાજના નેતાઓને 65 વોલ્ટનો ઝટકો લાગશે', પ્રથમ તબક્કામાં જંગી મતદાન પર PM મોદી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદારોએ જંગી મતદાન કર્યું છે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર 65.05 ટકા મતદાન થયું છે જે અત્યાર સુધી રાજ્યના કોઇ પણ વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ છે. વડાપ્રધાન મોદીએ બિહાર ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.સીતામઢીમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ RJD-કોંગ્રેસના જંગલરાજ પર પ્રહાર કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, 'જંગલરાજના નેતાઓને 65 વોલ્ટનો ઝટકો લાગશે.'

બિહારનો બાળક ખંડણીખોર નહીં...એન્જીનિયર,ડૉક્ટર અને એડવોકેટ બનશે-PM મોદી

PM મોદીએ કહ્યું કે બિહારનો બાળક ખંડણીખોર બનવો જોઇએ કે ડૉક્ટર બનવો જોઇએ? તેમણે કહ્યું કે બિહારનું બાળક હવે ખંડણીખોર નહીં પણ એન્જીનિયર,ડૉક્ટર,એડવોકેટ અને કોર્ટમાં જજ બનશે. PM મોદીએ કહ્યું, "RJDવાળા બિહારના બાળકો માટે શું કરવા માંગે છે, આ તેમના નેતાઓના ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટ દેખાય છે. તમે જરા આ જંગલરાજવાળાઓના ગાયન અને તેમના નારા સાંભળો. તમે કાંપી જશો કે આ શું વિચારે છે, શું બોલે છે..RJDના સ્ટેજ પર માસૂમ બાળકો પાસે કહેડાવવામાં આવે છે કે તેમણે ખંડણીખોર બનવાનું છે.

બિહારની જનતા 'કટ્ટા સરકાર' નહીં પણ વિકાસ ઇચ્છે છે: સીતામઢીમાં PM મોદી

સીતામઢીની જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે બિહારની જનતા હવે 'કટ્ટા સરકાર'નથી ઇચ્છતી. જનતાના સમર્થનથી વિપક્ષી નેતાઓની ઊંઘ ઉડી ગઇ છે.

પીએમ મોદીએ કહ્યું કે તે માતા સીતાની પાવન ભૂમિ પર છે, જ્યાં તેમણે 8 નવેમ્બર 2019ની યાદ આવે છે- જ્યારે તેમણે પ્રાર્થના કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામલલાના પક્ષમાં આવ્યો. માતા સીતાના નામથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય અસફળ જતી નથી અને કોર્ટે પણ રામલલાના પક્ષમાં ચુકાદો આપ્યો.

'જંગલરાજ'વાળાઓને 65 વોલ્ટનો ઝટકો લાગશે- PM મોદી

બિહારના સીતામઢીમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કાના મતદાનમાં બિહારે કમાલ કરી બતાવી છે. જનતાએ 'જંગલ રાજ'ના નેતાઓને 65 વોલ્ટનો ઝટકો આપ્યો છે અને હવે આખા રાજ્યમાં તેની ચર્ચા છે. પીએમ મોદીએ કહ્યું કે યુવાઓએ વિકાસ અને NDAના પક્ષમાં વોટ આપ્યો છે, જેનાથી સ્પષ્ટ છે કે બિહારમાં જનતા બદલાવ અને સ્થિર સરકાર ઇચ્છે છે.

આ સમાચાર શેર કરો