બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં 65% મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યો ફાઇનલ ડેટા

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો ફાઇનલ ડેટા સામે આવ્યો છે. ચૂંટણી પંચ અનુસાર બિહારમાં 65.08 ટકા મતદાન થયું છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં રાજ્યમાં એવરેજ મતદાન 57.29 ટકા તથા લોકસભા ચૂંટણી 2024માં આ મતદાનની ટકાવારી 56.28 હતી.બિહાર વિધાનસભા ચૂંટણીમાં 2025માં ગત વિધાનસભા ચૂંટણીની તુલનામાં 7.79% અને લોકસભા ચૂંટણીની તુલનામાં 8.8% વધારો થયો છે.
ચૂંટણી પંચે જણાવ્યુ કે પ્રથમ તબક્કા અંતર્ગત આવતી તમામ વિધાનસભા ચૂંટણી વિસ્તારમાં સ્ક્રૂટિનીની પ્રક્રિયા ભારત ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત સુપરવાઇઝરોની હાજરીમાં નિયમ અનુસાર સફળતાપૂર્વક પૂર્ણ થઇ ગઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે.
રી-પોલની જરૂર નથી
Scrutinyમાં તમામ જિલ્લાઓમાં કૂલ 83 ઉમેદવારો અને 385 ચૂંટણી એજન્ટોએ ચકાસણીમાં ભાગ લીધો હતો, જેનાથી કુલ સંખ્યા 468 થઈ ગઈ. કોઈ મતદાન મથક પર ફરીથી મતદાનની જરૂર જણાઇ ન હતી અને કોઈ પ્રતિકૂળ અહેવાલ પ્રાપ્ત થયો ન હતો.
પ્રથમ તબક્કાના 1314 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ
મતદાનમાં ઉપયોગ કરવામાં આવેલા તમામ EVM (બેલેટ યૂનિટ,કંટ્રોલ યૂનિટ અને VVPAT સહિત)ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત વિધાનસભા વિસ્તારમાં સ્ટ્રોન્ગ રૂમમાં વિધિવત રીતે સીલ કરીને સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ સિવાય 24X7 CCTV દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
ઉમેદવાર રાખી શકે છે EVM પર નજર
મૉક પોલ દરમિયાન ખરાબ અને સુરક્ષિત બચેલા અન્ય EVM અને VVPATને ચૂંટણી પંચના આદેશ અનુસાર બીજી જગ્યાએ સ્ટ્રોન્ગ રૂમમાં સુરક્ષા વ્યવસ્થામાં રાખવામાં આવ્યા છે.
ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોને લેખિત જાણ કરવામાં આવી છે કે તે પોતાના પ્રતિનિધિઓને Polled EVM Strong Roomની સુરક્ષા વ્યવસ્થાની નજર રાખવા નિયુક્ત કરી શકે છે, તેમણે સુરક્ષા ક્ષેત્રની બહાર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. સ્ટ્રોન્ગ રૂમનો CCTV Display પણ ઉમેદવારોના પ્રતિનિધિઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

