BMW કાર અકસ્માત કેસમાં મિહિર શાહની મુશ્કેલીઓ વધી, 30 જુલાઈ સુધી જેલમાં જ રહેવું પડશે
મુંબઈમાં BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની મુસીબતો હજુ દૂર થઈ નથી. મંગળવારે મું

મુંબઈમાં BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની મુસીબતો હજુ દૂર થઈ નથી. મંગળવારે મુંબઈની એક કોર્ટે મિહિર શાહની ન્યાયિક કસ્ટડી 30 જુલાઈ સુધી લંબાવી દીધી હતી. જણાવી દઈએ કે મિહિર શાહની પોલીસ કસ્ટડી આજે પૂરી થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કસ્ટડી પૂરી થયા બાદ મુંબઈ પોલીસ અધિકારીઓ આરોપી મિહિર શાહને શિવરી કોર્ટમાં લઈ ગયા હતા.
આરોપીએ અકસ્માત પહેલા મિત્રો સાથે દારૂ પીધો હતો. સ્કૂટર પર સવાર 45 વર્ષીય કાવેરી નાખ્વાનું રવિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે કાર ચાલક વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મિહિર અને તેના બે મિત્રોએ 12 મોટા પેગ અથવા વ્હિસ્કીના 4-4 પેગ ખરીદ્યા હતા. આ માહિતી બારમાં ચૂકવવામાં આવેલા બિલમાંથી મેળવવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આલ્કોહોલનો આ જથ્થો વ્યક્તિને 8 કલાક સુધી નશામાં રાખી શકે છે. એવા અહેવાલો છે કે મિહિર અને તેના મિત્રો લગભગ 1.30 વાગ્યે બારમાંથી નીકળી ગયા હતા.
રિપોર્ટમાં એક્સાઇઝના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અકસ્માત રવિવારે સવારે 5 વાગ્યે એટલે કે દારૂનો નશો કર્યાના 4 કલાક દરમિયાન થયો હતો. આ ઘટના બાદ જુહુ બારનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે મિહિર 25 વર્ષનો નથી અને તેને બારમાં હાર્ડ લિકર પીરસવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈના વર્લીમાં BMW હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહ વિરુદ્ધ કાર્યવાહી કરતા શિવસેનાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. મુંબઈ પોલીસે ગંભીર અકસ્માતના બે દિવસ બાદ (9 જુલાઈએ) ફરાર મિહિર શાહની ધરપકડ કરી હતી. મુંબઈની સીવરી કોર્ટે આરોપી મિહિર શાહને 16મી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આજે કસ્ટડી પૂરી થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે તેને 30 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
રવિવારે સાતમી જુલાઈએ વર્લીના ડૉ એની બેંસેડ રોડ પર BMW કારમાં સવાર મિહિરે એક સ્કૂટીને ટક્કર મારી હતી, જેમાં મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ મિહિર ફરાર હતો. જોકે મુંબઈ પોલીસે તેને પકડવા માટે 14 ટીમ બનાવી હતી, ત્યારબાદ મંગળવારે તેને વિરારથી ઝડપી લેવાયો હતો.
મૃતકના પતિએ શિંદેની શિવસેના પર કર્યો હતો આક્ષેપ
પોલીસે રાજેશ શાહ (Rajesh Shah) અને તેના ડ્રાઈવર રાજર્ષિ સિંહ બિદાવતની પણ ધરપકડ કરી હતી, જે દુર્ઘટના સમયે કથિત રીતે કારમાં હતો. જોકે બાદમાં મુંબઈની એક કોર્ટે રાજેશ શાહને જામીન આપી દીધા છે. હિટ એન્ડ રન કેસમાં મૃતકના પતિ પ્રદીપ નખવાએ આક્ષેપ કર્યો છે કે, આરોપી શિવસેનાના નેતાનો પુત્ર હોવાથી પાર્ટી કશું જ નહીં કરે.
શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા અને સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આક્ષેપ કર્યો હતો કે, વર્લી હિટ એન્ડ રન કેસમાં પહેલા જ દિવસથી આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેમણે મિહિરની ધરપકડ બાદ કહ્યું હતું કે, આરોપીના પિતા શિવસેનાના એકનાથ શિંદે જૂથના પાલઘર એકમ સાથે જોડાયેલા હતા. સરકાર દ્વારા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવીરહ્યો છે. આ મામલો કોઈ સામાન્ય કેસ નથી, આ પુણેમાં બનેલી ઘટના જેવો જ મામલો છે.








