જેસલમેર/ ડમ્પિંગ યાર્ડમાં 500થી વધુ ગાયોના સડી ગયેલા મૃતદેહ મળતાં હડકંપ
રાજસ્થાનના (Rajasthan) જેસલમેર (Jaisalmer)માંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવ

રાજસ્થાનના (Rajasthan) જેસલમેર (Jaisalmer)માંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ગૌ સંરક્ષણ (Cow Protection) અને સરકારી વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરની નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ (Dumping Yard) વિસ્તારમાં 500થી વધુ ગાયોના સડી ગયેલા મૃતદેહો મળી આવતા સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
સોશિયલ મીડિયા (Social Media) પર આ ઘટનાના વીડિયો વાયરલ થતાં મામલો વધુ ગરમાયો છે અને લોકો પ્રશાસન સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.
ડમ્પિંગ યાર્ડમાં પડ્યા હતા ગાયોના મૃતદેહ
માહિતી અનુસાર, જેસલમેર જિલ્લા મુખ્યાલયથી આશરે 7 કિલોમીટર દૂર રામગઢ માર્ગ પર નગરપાલિકાનો એક ડમ્પિંગ યાર્ડ આવેલો છે. શનિવારે કેટલાક ગૌપ્રેમીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ ભયાનક દૃશ્યો જોયા હતા. સમગ્ર વિસ્તારમાં સડી ગયેલા અને ક્ષતવિક્ષત ગાયોના મૃતદેહો જોવા મળ્યા હતા.
સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા નિમાયેલા મૃત પશુઓના હાડકાંના કોન્ટ્રાક્ટર (Contractor) દ્વારા યોગ્ય રીતે નિકાલ (Disposal) કરવામાં આવ્યો નહોતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
વીડિયો વાયરલ થતાં મચ્યો હંગામો
ગાયોના મૃતદેહોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે ગૌમાતાના નામે મોટા મોટા દાવા અને રાજકારણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અત્યંત શરમજનક છે.
ગૌપ્રેમી હુકમદાનએ જણાવ્યું કે, “જે ધરતી પર ગૌમાતાની પૂજા કરવાની વાત થાય છે, ત્યાં જ આજે ગાયોને કચરામાં સડવા માટે છોડી દેવામાં આવી છે. આ દૃશ્યો મનને ઝંઝોળી નાખે એવા છે.”
જિલ્લા કલેક્ટરે માગ્યો રિપોર્ટ
આ સમગ્ર મામલે જેસલમેર જિલ્લા કલેક્ટર અનુપમા જોરવાલે (Collector Anupama Jorwal) ગંભીર નોંધ લઈને ફેક્ટ્યુઅલ રિપોર્ટ (Factual Report) માંગ્યો છે. બીજી તરફ નગરપાલિકા કમિશનર લજપાલ સિંહ સોઢાએ પણ મામલે સંજ્ઞાન લઈને કોન્ટ્રાક્ટરને નોટિસ (Notice) ફટકારી સ્પષ્ટતા માગી છે. પ્રશાસનના જણાવ્યા મુજબ હાલ તમામ મૃત પશુઓને ડમ્પિંગ યાર્ડમાંથી હટાવીને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
ગૌશાળાઓ અને સારવારની વ્યવસ્થા પર ફરી સવાલ
આ ઘટના બાદ ગૌશાળાઓ (Gaushala), ચારો, પાણી અને પશુઓની સારવાર અંગે સરકારની કામગીરી પર ફરી પ્રશ્નો ઊભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે રસ્તાઓ પર બેઘર અને બીમાર ગાયો ફરતી રહે છે, પરંતુ તેમની યોગ્ય સંભાળ માટે અસરકારક આયોજન થતું નથી.
જાણકારોના મતે, માત્ર ગૌ સંરક્ષણના નારા પૂરતા નથી, પરંતુ ગાયોની સુરક્ષા અને સંભાળ માટે ગ્રાઉન્ડ લેવલ (Ground Level) પર મજબૂત વ્યવસ્થા જરૂરી બની ગઈ છે.








