જૈનોએ મુસ્લિમ વેશ ધારણ કરી ઈદના દિવસે 100થી વધુ બકરા ખરીદી બચાવ્યા જીવ
17 જૂને ઈદના દિવસે દિલ્હીમાં જૈન સમુદાયે 124 બકરા ખરીદી અને ઈદના તહેવાર પ

17 જૂને ઈદના દિવસે દિલ્હીમાં જૈન સમુદાયે 124 બકરા ખરીદી અને ઈદના તહેવાર પર તેમને બલિદાનથી રોકવા માટે 15 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. ધ પ્રિન્ટના અહેવાલ અનુસાર, 30 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક જૈને આ આયોજન કર્યું અને ચાંદની ચોકમાં એક મંદિરમાં બકરાંને રાખ્યા હતા.
આ ઘટના સાથે સંકળાયેલા ચિરાગ જૈને જણાવ્યું કે તેમના ગુરુ સંજીવ બકરીઈદ દરમિયાન બકરાની બલિ ચઢાવવાના વિચારથી પરેશાન હતા અને આ અંગે કંઈક કરવા માંગતા હતા. 15 જૂને, તેમને 25 લોકોની એક ટીમ મુસ્લિમોનો વેશ ધારણ કરીને જૂની દિલ્હીના જામા મસ્જિદ અને મીના બજાર જેવા બજારોમાં ગઈ હતી.
વિવેક જૈને જણાવ્યું હતું કે ઉંચી કિંમત ચૂકવવાથી બચવા માટે તેમને મુસ્લિમનો વેશ ધારણ કર્યો હતો અને સોદાબાજી કર્યા બાદ સરેરાશ 10,000 રૂપિયામાં તમામ બકરીઓ ખરીદી હતી. બચાવી લેવાયેલા બકરાઓને સલામતી માટે ધરમપુર વિસ્તારના નવા જૈન મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા.
બકરી ઈદે એક મહત્વપૂર્ણ મુસ્લિમ તહેવાર છે જેમાં બકરાની કુરબાની આપવામાં આવે છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે ઘટનાઓએ પ્રાણીઓના અધિકારો વિશે ચર્ચા અને ચોક્કસ પ્રથાઓની ટીકાને વેગ આપ્યો છે.
PETA, પ્રાણી અધિકારોને સમર્પિત સંસ્થાએ સૂચન કર્યું કે મુસ્લિમોએ તહેવાર દરમિયાન પ્રાણીઓની બલિદાન આપવાને બદલે શાકાહારી વિકલ્પો શોધવા જોઈએ.








