મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ISROએ ફરી એકવાર કરી કમાલ, લેહની ધરતી પર ઉતાર્યું 'અંતરિક્ષ'; અહીં જાણો કેવી રીતે કરશે કામ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ફરી એકવાર કમાલ કરી બતાવ્યું છે. પૃથ્વી પર જ અવકાશ જેવું મિશન શરૂ કરવામાં

ISROએ ફરી એકવાર કરી કમાલ, લેહની ધરતી પર ઉતાર્યું 'અંતરિક્ષ'; અહીં જાણો કેવી રીતે કરશે કામ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ફરી એકવાર કમાલ કરી બતાવ્યું છે. પૃથ્વી પર જ અવકાશ જેવું મિશન શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ મનુષ્યને ચંદ્ર પર મોકલતા પહેલા તૈયાર કરવાનો છે. ઈસરોએ કહ્યું કે, લદ્દાખના લેહથી દેશનું પ્રથમ 'એનાલોગ' અંતરિક્ષ મિશન રવાના થયું છે. આ માટે પસંદ કરેલ સ્થળની ભૌતિક સ્થિતિ અંતરિક્ષ જેવી જ છે.

આ પણ વાંચો: Air Indiaના વિમાનમાં મળી આ ગંભીર ચીજ, મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા

અહીંનું વાતાવરણ શુષ્ક અને ઠંડુ છે. ત્યાં ઉજ્જડ જમીનો, ઊંચાઈવાળા વિસ્તારો અને અલગ વિસ્તારો છે જે મંગળ અને ચંદ્રના લેન્ડસ્કેપ્સ જેવા હોવાનું કહેવાય છે. ગ્રહોની શોધખોળના હેતુથી વૈજ્ઞાનિક મિશન માટે તે એક આદર્શ તાલીમ સ્થળ છે.

ISROએ કહ્યું, "આ મિશન, હ્યુમન સ્પેસ ફ્લાઈટ સેન્ટર, ISRO, AAKA સ્પેસ સ્ટુડિયો, લદ્દાખ યુનિવર્સિટી, IIT બોમ્બે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સહયોગથી, એક આંતરગ્રહીય નિવાસસ્થાન તરીકે કામ કરશે જે પૃથ્વીની બહાર બેઝ સ્ટેશનના પડકારોનો સામનો કરશે."'

ISROની ટીમ એ પણ અભ્યાસ કરી રહી છે કે માનવ શરીર લદ્દાખની કઠોર હવામાન પરિસ્થિતિઓમાં કેવી રીતે અનુકૂલન કરે છે, જે અવકાશયાત્રીઓ અવકાશ જેવી પરિસ્થિતિઓમાં કેવી રીતે અનુકૂળ થઈ શકે છે તે સમજવામાં ઉપયોગી થઈ શકે છે.

ઓક્ટોબરના મધ્યમાં શરૂ થયેલું આને એક મહિનો ચાલનાર આ મિશન, ચંદ્ર નિવાસસ્થાન સ્થાપિત કરવાની ભારતની યોજનાને પગલે શરૂ કરવામાં આવ્યું છે. તે આંતરગ્રહીય મિશન શરૂ કરવા માટે આધાર પૂરો પાડી શકે છે. આ મિશનમાં હેબ-1 નામના કોમ્પેક્ટ અને ઈન્ફ્લેટેબલ વસવાટનો સમાવેશ થાય છે, જે હાઈડ્રોપોનિક્સ ફાર્મ, રસોડું અને સ્વચ્છતા સુવિધાઓ જેવી આવશ્યક વસ્તુઓથી સજ્જ છે.

તે એક આત્મનિર્ભર વાતાવરણ પૂરું પાડે છે જે મૂલ્યવાન ડેટા પ્રદાન કરે છે. ભારત ચંદ્ર, મંગળ અને તેનાથી આગળ લાંબા ગાળાના અંતરિક્ષ મિશનનું આયોજન કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો