મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, રાહુલ ભાટિયા સંભાળશે વચગાળાનું મેનજમેન્ટ

ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઈન્ડિગો (InterGlobe Aviation Limited) એ આજે એક મહત્ત્વની માહિતી આપી

ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, રાહુલ ભાટિયા સંભાળશે વચગાળાનું મેનજમેન્ટ

ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઈન્ડિગો (InterGlobe Aviation Limited) એ આજે એક મહત્ત્વની માહિતી આપી છે. કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને હવે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક રાહુલ ભાટિયા વચગાળાના મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પીટર એલ્બર્સના યોગદાન બદલ તેમનો આભાર માન્યો છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. જ્યાં સુધી નવા કાયમી લીડરની નિમણૂક ન થાય ત્યાં સુધી રાહુલ ભાટિયા એરલાઇનનો તમામ વહીવટ સંભાળશે. કંપનીએ સંકેત આપ્યા છે કે નવા સીઈઓની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ચેરમેન વિક્રમ સિંહ મહેતાએ જણાવ્યું હતું કે, રાહુલ ભાટિયાના નેતૃત્વમાં કંપની તેની કાર્યક્ષમતા અને ગ્રાહકો પ્રત્યેની સેવાની ગુણવત્તાને વધુ મજબૂત બનાવશે.

રાહુલ ભાટિયાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા 22 વર્ષથી આ એરલાઇન સાથે જોડાયેલા હોવાથી ગ્રાહકો અને કર્મચારીઓ પ્રત્યે મારી અંગત જવાબદારી છે. ઈન્ડિગો ભારતની સેવામાં અને વૈશ્વિક સ્તરે તેનું સન્માન વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.'

ઈન્ડિગો હાલમાં 400થી વધુ એરક્રાફ્ટ સાથે દરરોજ 2200થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. વર્ષ 2025માં તેને 'બેસ્ટ એરલાઇન ઇન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા'નો એવોર્ડ પણ મળ્યો હતો. 95થી વધુ ઘરેલુ અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડતી ઈન્ડિગો આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન્સમાંની એક છે.

આ સમાચાર શેર કરો