મની લોન્ડરિંગ- ટેરર ફંડિંગ રોકવામાં ભારતની સિસ્ટમ અસરકારક, FATFએ કરી પ્રશંસા
વૈશ્વિક મની લોન્ડરિંગ અને આતંકવાદને નાણાકીય મદદ વિરોધી કાર્યરત એકમ FATF (ફાઇ

વૈશ્વિક મની લોન્ડરિંગ અને આતંકવાદને નાણાકીય મદદ વિરોધી કાર્યરત એકમ FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) એ આજે ભારત અંગે મૂલ્યાંકન રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતની સિસ્ટમ અસરકારક છે પણ આ કેસોમાં ફરિયાદ પક્ષને મજબૂત બનાવવા માટે મોટા સુધારાઓની જરૂર છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે એન્ટી મની લોન્ડરિંગ (AML) અને આતંકવાદને નાથવા CFT સિસ્ટમ્સ લાગુ કરી છે જે ઘણી રીતે અસરકારક છે.પરંતુ મની લોન્ડરિંગ અને આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસોમાં કાર્યવાહીને મજબૂત કરવા માટે મોટા સુધારાઓની જરૂર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બિન-લાભકારી ક્ષેત્રનો આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા સુધારા કરવાની જરૂર છે.
આ રિપોર્ટ પેરિસમાં મુખ્યમથક ધરાવતી સંસ્થા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) દ્વારા જારી કરવામાં આવ્યો છે. ૩૬૮ પાનાનો આ રિપોર્ટ જૂન મહિનાની બેઠક પછી જારી કરવામાં આવ્યો છે. આ અંગેનો છેલ્લો રિપોર્ટ ૨૦૧૦માં જારી કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ ગયા વર્ષે નવેમ્બરમાં FATF નિષ્ણાતોના ભારતીય પ્રવાસ પછી આવ્યો છે. આ રિપોર્ટમાં ભારતને ફોલોઓપ શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આ કેટેગરી એવી છે જે ફક્ત અન્ય ચાર જી-૨૦ દેશોને પ્રાપ્ત છે.
ભારતની આગામી સમીક્ષા ૨૦૩૧માં કરવામાં આવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત એન્ટી મની લોન્ડરિંગ અને કોમ્બેટિંગ ફાઇનાન્સિંગ ઓફ ટેરરીઝમ (સીએફટી) સિસ્ટમ અમલમાં મૂકી છે. જે અનેક સંદર્ભમાં અસરકારક છે. જો કે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મની લોન્ડરિંગ અને આતંકવાદને નાણાકીય મદદના કેસોમાં ફરિયાદ પક્ષને મજબૂત બનાવવા મોટા સુધારાઓની જરૂર છે.
FATF શું છે?
જણાવી દઈએ કે FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) એક એવી જ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે આંતરરાષ્ટ્રીય નાણાકીય અપરાધને રોકવાનો પ્રયાસ કરે છે. તેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક પેરિસમાં આવેલું છે. FATF નાણાકીય ગુનાઓને રોકવા માટે કામ કરે છે. આ સંસ્થા વિશ્વભરના દેશોનું મૂલ્યાંકન કરીને સમયાંતરે તેનો રિપોર્ટ બહાર પાડે છે.








