મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હવે મહિલાઓ પણ ટેરિટોરિયલ આર્મીમાં જોડાઈ શકશે, 'પાયલટ પ્રોજેક્ટ' પર ભારતીય સેના કરશે વિચાર

ભારતીય સેના હવે મહિલાઓ માટે એક વધુ નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે. ભારતીય સેના ટેરિટોરિયલ

હવે મહિલાઓ પણ ટેરિટોરિયલ આર્મીમાં જોડાઈ શકશે, 'પાયલટ પ્રોજેક્ટ' પર ભારતીય સેના કરશે વિચાર

ભારતીય સેના હવે મહિલાઓ માટે એક વધુ નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે. ભારતીય સેના ટેરિટોરિયલ આર્મી (Territorial Army - TA) માં મહિલા કેડરને સામેલ કરવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.  ભારતીય સેનામાં સામેલ થવાનું સપનું જોઈ રહેલી લાખો મહિલાઓ માટે આ એક મોટા ખુશખબર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે ટેરિટોરિયલ આર્મી (Territorial Army - TA) ની બટાલિયનોમાં મહિલાઓને ભરતી કરવાનો ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.

પાયલટ પ્રોજેક્ટ હેઠળ થશે શરૂઆત

સરકાર સેનામાં નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાનો વિચાર કરી રહી છે. 

પ્રારંભિક યોજના: સૂત્રોના મતે, શરૂઆતમાં આ ભરતીને માત્ર થોડીક જ બટાલિયનો સુધી સીમિત રાખવામાં આવશે. આ ભરતી એક પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવશે, અને તેના પરિણામોના આધારે ભવિષ્યમાં મહિલાઓની ભરતીનો વ્યાપ વધારવામાં આવી શકે છે.

સરકારનો મત: માર્ચ ૨૦૨૨ માં, તત્કાલીન સંરક્ષણ મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં લેખિત જવાબમાં સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકાના વિસ્તરણ સંબંધિત નીતિ બનાવવામાં આવી રહી છે અને તેની સમીક્ષા સમયાંતરે કરવામાં આવે છે, તેમ જણાવ્યું હતું.

શું હોય છે ટેરિટોરિયલ આર્મી?

ટેરિટોરિયલ આર્મી એક સ્વયંસેવક (Volunteer) સેવા છે, જેની સાથે જોડાવાથી ઇચ્છુક ઉમેદવારો પોતાની રોજિંદી જિંદગીના કામો (જેમ કે બિઝનેસ અથવા નોકરી) પણ ચાલુ રાખી શકે છે અને સાથે સાથે દેશની સેવા પણ કરી શકે છે.

ટેરિટોરિયલ આર્મીમાં જોડાવાથી નિયમિત રોજગારની ગેરંટી મળતી નથી. તે કોઈ રેગ્યુલર જોબ (Regular Job) ની જેમ નથી, તેથી તેને આવકના સ્ત્રોત તરીકે જોઈ શકાય નહીં.

ઈમરજન્સીની સ્થિતિમાં સેના આ પ્રકારની આર્મીના યુવાનોને સામેલ થવાનો મોકો આપે છે.

હાલમાં મહિલા સશક્તિકરણના ભાગ રૂપે આ એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં સરકાર અન્ય બટાલિયનોમાં પણ મહિલાઓના યોગદાનને વધારવા અંગે વિચારણા કરશે.

જો ટેરિટોરિયલ આર્મીમાં મહિલા કેડરની તૈનાતી શરૂ થાય છે, તો આ મહિલાઓને સેનાના એક વધુ મહત્ત્વપૂર્ણ ભાગમાં પોતાનું યોગદાન આપવાનો મોકો મળશે.

સેના આ યોજનાને ધીમે ધીમે આગળ વધારશે, જેથી પ્રથમ તબક્કાના અનુભવના આધારે ભવિષ્યમાં બાકીની તમામ બટાલિયનોમાં પણ મહિલાઓ માટે રસ્તો ખોલી શકાય. આ નિર્ણય ભારતીય સેનામાં 'નારી શક્તિ'ની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.

આ સમાચાર શેર કરો