મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની 'મંજૂરી'નો જવાબ ભારતે સોશિયલ મીડિયા મારફત આપ્યો

ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગલ્

ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગલ્ફ દેશો પર ઈરાન હુમલા કરી રહ્યું છે. જે બાદ વિશ્વના અનેક દેશોમાં ઓઈલને લઈને ચિંતા ઊભી થઈ છે. એવામાં અમેરિકાએ ભારતને 30 દિવસ સુધી રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની 'મંજૂરી' આપી છે. અમેરિકાની આ જાહેરાત બાદ ભારતમાં વિપક્ષ દ્વારા અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. વિપક્ષનું કહેવું છે કે ભારતે ઓઈલ ક્યાં કોની પાસેથી તેની મંજૂરી આપનારું અમેરિકા કોણ છે? સમગ્ર મામલે ભારત સરકારે સીધો જવાબ તો નથી આપ્યો પણ સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે નિવેદન આપ્યું છે. 

જ્યાં સસ્તું હોય ત્યાંથી ઓઈલ ખરીદે છે ભારત: કેન્દ્ર સરકાર 

ભારત સરકારના PIB મારફતે સોશિયલ મીડિયામાં કહ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ પર વધતાં તણાવ છતાં ભારતમાં ઉર્જાનો પુરવઠો સુરક્ષિત અને સ્થિર છે. ભારત હવે 27ને બદલે 40 દેશોથી ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે. જેથી પુરવઠા માટે વૈકલ્પિક માર્ગ મળી રહે. રાષ્ટ્રીય હિતમાં ભારત જ્યાં સૌથી સસ્તું ઓઈલ ઉપલબ્ધ હોય ત્યાંથી ખરીદી કરે છે. અત્યાધુનિક રિફાઇનરી ક્ષમતાને ભારતમાં કારણે વિવિધ ગ્રેડના કાચા તેલને પ્રોસેસ કરવું શક્ય છે, જેનાથી પુરવઠો અવરોધ વિના ચાલુ રહે છે.

મિડલ ઈસ્ટની પરિસ્થિતિને જોતાં અમે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા મંજૂરી આપી: અમેરિકાનો દાવો

નોંધનીય છે કે હાલમાં જ અમેરિકાની સરકાર તથા તેના મંત્રીઓ દ્વારા દાવો કરાયો હતો કે, અમેરિકાના કહેવા પર ભારતે રશિયાથી ઓઈલની ખરીદી બંધ કરી હતી. અને હવે અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની મંજૂરી આપી છે.

આ સમાચાર શેર કરો