મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પત્નીનો પ્રેમી સાથેનો સંપર્ક તોડવા પતિએ ફોન તોડ્યો', હાઈકોર્ટે પત્નીની દલીલો ફગાવી છૂટાછેડા માન્ય રાખ્યા

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક પુરુષના તેની પત્નીથી છૂટાછેડાને સમર્થન

'પત્નીનો પ્રેમી સાથેનો સંપર્ક તોડવા પતિએ ફોન તોડ્યો', હાઈકોર્ટે પત્નીની દલીલો ફગાવી છૂટાછેડા માન્ય રાખ્યા

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક પુરુષના તેની પત્નીથી છૂટાછેડાને સમર્થન આપ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે અપીલકર્તા દ્વારા તેની પત્નીનો મોબાઈલ ફોન તોડી નાખવો સ્વાભાવિક લાગે છે. કોઈ પણ પુરુષ તેની પત્નીને વ્યભિચાર ચાલુ રાખતી જોવા ના માંગે. પત્નીનો પ્રેમી સાથેનો સંપર્ક કાપી નાંખવા પતિએ ગુસ્સામાંતેનો મોબાઈલ ફોન તોડી નાંખ્યો હતો.

અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કથિત વ્યભિચાર દર્શાવતા મોબાઈલ ફોનના ફોટોગ્રાફ્સના આધારે આપવામાં આવેલા છૂટાછેડાને સમર્થન આપ્યું હતું. કોર્ટે ભારતીય પુરાવા કાયદાની કલમ 65B હેઠળ પ્રમાણપત્રનો આગ્રહ રાખ્યો ન હતો. ભારતીય પુરાવા કાયદાની કલમ 65B પુરાવા તરીકે ઇલેક્ટ્રોનિક રેકોર્ડની સ્વીકાર્યતા સાથે વ્યવહાર કરે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણમાંથી મેળવેલા પુરાવાને માન્ય ગણવા માટે કલમ 65B હેઠળ પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.

હાઈકોર્ટના જસ્ટિસ વિશાલ ધાગત અને જસ્ટીસ બીપી શર્માની બેન્ચે જણાવ્યું હતું કે ભારતીય પુરાવા કાયદો વૈવાહિક બાબતો પર સખત રીતે લાગુ પડતો નથી, કારણ કે કૌટુંબિક અદાલતોને કોઈપણ પ્રકારના પુરાવા સ્વીકારવાની પરવાનગી છે.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ફેમિલી કોર્ટ એક્ટની કલમ ૧૪ મુજબ, ફેમિલી કોર્ટ કોઈપણ  રિપોર્ટ, નિવેદન, દસ્તાવેજ, સૂચના  અથવા બાબતને પુરાવા તરીકે સ્વીકારી શકે છે જે તેના મતે કોઈપણ વિવાદના અસરકારક સમાધાનમાં મદદરૂપ થઈ શકે છે, પછી ભલે તે ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨ હેઠળ સંબંધિત અથવા સ્વીકાર્ય હોય કે ન હોય.

ભારતીય પુરાવા અધિનિયમ વૈવાહિક બાબતો પર કડક રીતે લાગુ પડતો નથી, અને કોર્ટને સત્ય નક્કી કરવા માટે કોઈપણ રિપોર્ટ, નિવેદન અથવા દસ્તાવેજને પુરાવા તરીકે સ્વીકારવાની સત્તા છે. તેથી, હાઈકોર્ટને ઉપરોક્ત ફોટોગ્રાફ્સના આધારે ફેમિલી કોર્ટના નિર્ણયમાં કોઈ ભૂલ જણાતી નથી.

છૂટાછેડાના ચુકાદા સામે અપીલ કરનારી પત્નીએ દલીલ કરી હતી કે કથિત ફોટોગ્રાફ્સ બીજા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લેવામાં આવ્યા હતા કારણ કે તેના પતિએ તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ ફોટોગ્રાફ્સમાં તેની હાજરીનો ઇનકાર કર્યો નથી, પરંતુ ફક્ત એટલું જ કહ્યું હતું કે ફોટોગ્રાફ્સ નકલી હતા.

કોર્ટે જણાવ્યું હતું કે ફોટોગ્રાફ્સ ફક્ત યુક્તિનો ઉપયોગ કરીને બનાવટી બનાવવામાં આવ્યા હતા. આ નકલી ફોટોગ્રાફ્સ કોણે  અને કેવી રીતે બનાવ્યા. કોર્ટે તારણ કાઢ્યું હતું કે પતિએ ફોટોગ્રાફ્સ તેના ફોનમાં ટ્રાન્સફર કર્યા હતા અને પછી ગુસ્સામાં તેને તોડી નાખ્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે અપીલકર્તાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ફોટોગ્રાફ્સ તેના મોબાઇલ ફોનમાંથી તેના પતિએ મોબાઇલ ફોનમાં ટ્રાન્સફર કરી લીધા હતા. એ પછી પતિએ પત્નીનો ફોન તોડી નાંખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે પતિ દ્વારા મોબાઇલ ફોન તોડવો સ્વાભાવિક લાગતો હતો. પતિના મોબાઇલ ફોનમાં તેની પત્નીના વ્યભિચારના પુરાવા હતા. તેણે ફોટોગ્રાફ્સ પોતાના મોબાઇલ ફોનમાં ટ્રાન્સફર કર્યા. કોઈ પણ પુરુષ તેની પત્ની વ્યભિચાર ચાલુ રાખે તેવું ઇચ્છતો નથી. તેથી, ગુસ્સામાં પતિએ તેના પ્રેમી સાથેનો સંપર્ક તોડવા માટે તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો. કોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી. 

આ સમાચાર શેર કરો