સટ્ટાબજારના ખેલ: પ્રથમ તબક્કાના મતદાન પછી ભાજપને કેટલી બેઠકોનું થયું નુકસાન; કોંગ્રેસને કેટલી બેઠક મળશે
લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાજપની 11 બેઠકો ઘ

લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાજપની 11 બેઠકો ઘટાડી છે. એકાદ મહિના પહેલાં ચૂંટણી સટ્ટાની શરૂઆતમાં ભાજપને કુલ 333 સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે એપ્રિલના પ્રથમ સપ્તાહના અંતે ભાજપની 319 સીટો અંદાજી હતી. હવે 14 દિવસ અને પ્રથમ તબક્કાના મતદાન પછી ભાજપની કુલ સીટો વધુ ઘટાડો કરીને 308થી 311 બેઠકો જીતશે કે નહીં તેના ઉપર બુકીંગ શરૂ કર્યું છે. જ્યારે કોંગ્રેસ 49થી 51 બેઠક જીતશે તેવું સટ્ટા બજારમાં બુકીઓનું માનવું છે.
સટ્ટા બજારમાં કોણ હોટ ફેવરિટ
પ્રથમ તબક્કાનું મતદાન થયું તેમાં પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત સહિત કુલ 102 બેઠકો હતી. આ બેઠકો ભાજપ માટે કપરાં ચઢાણરૂપ હતી અને ધારણાં કરતાં ઓછું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાવમાં બદલાવ કર્યો છે. કુલ સાત તબક્કામાં થનારાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ સટ્ટાબજારે ફેન્સી સોદા (સીટ ઉપર વ્યક્તિગત હારજીત) પણ શરૂ કર્યા છે. બુકીઓનું કહેવું છે કે, મતદાનના તબક્કા પસાર થતાં જશે તે મુજબ ચૂંટણીલક્ષી સટ્ટા અને ભાવમાં બદલાવ આવતો જશે.
લોકસભા ચૂંટણીની ગાડી દોડતી થઈ છે તે સાથે જ સટ્ટાબજારમા પણ ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આગામી તા. 4 જૂને મત ગણતરી પહેલાં કુલ સતત સાત તબક્કામાં થનારાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ સટ્ટા બજારમાં નવા ભાવ આવ્યાં છે. પશ્ચિમ બંગાળ સહિત 21 રાજ્યોમાં 102 બેઠકો ઉપર સરેરાશ 62-93 ટકા જેટલું ઓછું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાજપ એકલાહાથે કેટલી બેઠકો જીતશે તેમાં 11 બેઠકોનો ઘટાડો કર્યો છે.
ચૂંટણી સટ્ટો શરૂ થયો ત્યારે ભાજપની 333 સીટનો અંદાજ ધરાવતી સટ્ટાબજારે પ્રથમ તબક્કાના મતદાન પછી ૩૦૮થી ૩૧૧ બેઠકો અંદાજી છે. ચૂંટણી જાહેર થઈ અને પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યાં સુધીમાં કુલ 22 બેઠકો ઘટી છે. જો કે, બુકી બજારના સૂત્રોનું કહેવું છે કે, પ્રથમ તબક્કાનું મતદાન ધારણાં કરતાં ઓછું રહ્યું છે. આ ઉપરાંત, જે 102 બેઠકો માટે મતદાન યોજાયું તેમાંથી મોટા ભાગના વિસ્તારો ભાજપ માટે કપરાં ચઢાણ જેવા હતાં.
મતદાન પહેલાં અને મતદાન પછીના બુકી બજારના આકલનના આધારે ભાજપને અને કોંગ્રેસને મળનારી બેઠકોમાં વધઘટ દર્શાવીને સટ્ટો નોંધવામાં આવે છે. ભાજપ કે કોંગ્રેસ સટ્ટાબજારે જાહેર કરેલી બેઠક જીતી શકશે કે કેમ? તેના ઉપર ખેલી સટ્ટો રમી શકે છે.
આજની તારીખે સટ્ટાબજાર ગુજરાતમાં ભાજપની તમામ 26 બેઠક નિશ્ચિત મનાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ.પી., પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ભાજપની બેઠકોમાં સટ્ટાબજાર હાલમાં તો સામાન્ય ઘટાડો દર્શાવે છે. ગત લોકસભામાં 303 બેઠકોની સરખામણીએ સટ્ટાબજારના મતે ભાજપ હાલમાં તો પ્લસમાં જ ચાલે છે.
મતદાનના આવનારાં તબક્કાઓમાં મતદાનની ટકાવારી ઉપરાંત વોટિંગ પેટર્નના આધારે હજુ પણ ભાજપ, કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોની હાર-જીત ઉપરનો સટ્ટો વધુને વધુતરલ બનતો જશે. આ વખતે મુખ્ય સટ્ટો કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બનશે તેના કરતાં ભાજપને કેટલી બેઠકો મળશે તેના ઉપર રમાઈ રહ્યો છે. મતદાનના તબક્કા શરૂ થતાં જ બુકી બજારે હવે રસપ્રદ બેઠકો અને ઉમેદવારો ઉપર પણ ફેન્સી શટ્ટો શરૂ કર્યો છે.
શું વાયનાડથી રાહુલ ગાંધી જીતશે?
બુકી બજારે ફેન્સી સોદા શરૂ કર્યા છે તેમાં ભાજપ એકી સંખ્યામાં કુલ સીટો જીતશે તેનો ભાવ ૧ રૂ. ૯૫ પૈસા કઢાયો છે. ભાજપ બેકી સંખ્યામાં બેઠકો જીતી શકે છે તેવો ભાવ કઢાયો નથી. નાગપુર બેઠક ઉપર નિતિન ગડકરી જીતશે તેને ભાવ ૧ રૂ.ને બે પૈસા કાઢ્યો છે. જ્યારે, નહીં જીતે તેનો ભાવ ૧ રૂ. ને ૭ પૈસા કઢાયો છે. વાયનાડ બેઠક ઉપર રાહુલ ગાંધીની જીતની ભાવ ૧ રૂ. ને આઠ હારનો ભાવ ૧ રૂ. ને ૧૫ પૈસા કઢાયો છે. પૈસા અને કર્ણાટકમાં NDA.22 બેઠકો જીતશે અને 24 બેઠકો નહીં જીતે તેના ઉપર સટ્ટો રમાડાઈ રહ્યો છે. જ્યારે, આંધ્રપ્રદેશમાં ભાજપ સંગઠનમાં રહેલી વાય.એસ.આર.સી.પી. 11 બેઠકો જીતશે અને ૧૩ બેઠકો નહીં જીતે તેના ઉપર પણ સટ્ટો બુક કરાઈ રહ્યો છે. તમિલનાડુમાં ઈન્ડિયા એલાયન્સ ૩૩ બેઠકો જીતશે અને ૩૫ નહીં જીતે તેમજ ભાજ૫ ૩ બેઠકો જીતશે અને ૪ બેઠક જીતી નહીં શકે તેના ઉપર સટ્ટો રમાડાય છે. રાજસ્થાનની રાહુલ કાસવાનની ચુરૂ બેઠક ઉપર કોંગ્રેસની જીતની ભાવ ૧ રૂ. ને ૩૦ પૈસા તેમજ હારનો ભાવ ૧ રૂા. ને ૫૦ પૈસા રખાયો છે.








