VIDEO: હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, જેલમાંથી છૂટ્યા બાદ લીધા શપથ
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને આજે રાજભવન ખાતે ઝારખંડના મુખ્યમંત્ર

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને આજે રાજભવન ખાતે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન તાજેતરમાં જ જેલમાંથી છૂટ્યા હતા. ગઈકાલે ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ત્રીજી વખત રાજ્યના સીએમ તરીકે શપથ લેનારા મુખ્યમંત્રી બન્યા
હેમંત સોરેન આ સાથે ત્રીજી વખત રાજ્યના સીએમ તરીકે શપથ લેનારા મુખ્યમંત્રી બન્યા છે. આ અગાઉ તેમના પિતા શિબુ સોરેન બીજેપી નેતા અર્જુન મુંડાએ ત્રણ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
9 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ થઈ શકે
હેમંત સોરેને ઝારખંડના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે શપથ લીધા બાદ સોરેનની પ્રથમ પરીક્ષા થવાની છે. આવતીકાલે નવી સરકારનો ફ્લોર ટેસ્ટ યોજાનાર છે. વિશ્વાસ મત મળ્યા બાદ 9 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.
જણાવી દઈએ કે, ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 45 થઈ ગઈ છે, જેમાં જેએમએમના 27, આરજેડીના એક અને કોંગ્રેસના 17 ધારાસભ્યો સામેલ છે.
ગઈકાલે ચંપાઈ સોરેને સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું
તમને જણાવી દઈએ કે હેમંત સોહેને પાંચ મહિના પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને ચંપાઈ સોરેનને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ચંપાઈ સોરેને બુધવારે જ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ચંપાઈ સોરેનના રાજીનામા બાદ જ રાજ્યપાલે હેમંત સોરેનને રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.








