હેમંત બિશ્વા સરકારે અદાણીને ફેક્ટરી માટે 3 હજાર વીઘા જમીન ફાળવી દીધી, હાઇકોર્ટના જજ પણ ચોંક્યા
આસામની હેમંત બિશ્વા સરકારે અદાણી ગ્રુપને સિમેન્ટ ફેક્ટરી માટે 3,000 વ

આસામની હેમંત બિશ્વા સરકારે અદાણી ગ્રુપને સિમેન્ટ ફેક્ટરી માટે 3,000 વીઘા (8.1 કરોડ ચોરસ ફૂટ) જમીન આપી હોવાનો દાવો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ દાવામાં જણાવાયું છે કે હાઇકોર્ટના જજે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, "શું આ મજાક છે? શું તમે આખો જિલ્લો આપી રહ્યા છો?"
આસામની ભાજપ સરકારે જમીન ફાળવી હોવાનો દાવો
સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે આસામ સરકારે અદાણી ગ્રુપને દીમા હસાઓ જિલ્લામાં સિમેન્ટ ફેક્ટરી માટે 3,000 વીઘા જમીન ફાળવી છે. આ વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવે છે અને આ પ્રોજેક્ટને લઇને સ્થાનિક સમુદાયોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)એ આ પ્રોજેક્ટની તપાસ શરૂ કરી છે, કારણ કે તે આદિવાસી જમીન અને પર્યાવરણીય મુદ્દાઓને અસર કરી શકે છે.
હાઇકોર્ટે શું કહ્યું?
દાવા અનુસાર, હાઇકોર્ટમાં આ ઘટનાની સુનાવણી દરમિયાન જજે કથિત રીતે સરકારના આ મોટા પાયે જમીન ફાળવણી પર આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું, "શું આ મજાક છે? શું તમે આખો જિલ્લો આપી રહ્યા છો?" જોકે, આ ટિપ્પણીનો કોઇ સત્તાવાર રેકોર્ડ કે હાઇકોર્ટનો આદેશ ઉપલબ્ધ નથી જેના કારણે તેની સત્યતા પર સવાલ ઊભા થાય છે.
અદાણી ગ્રૂપનો સિમેન્ટ બિઝનેસ
અદાણી ગ્રૂપે તાજેતરના વર્ષોમાં સિમેન્ટ ઉદ્યોગમાં ઝડપથી વિસ્તરણ કર્યું છે. મે 2022માં, ગ્રૂપે હોલસિમ પાસેથી અંબુજા સિમેન્ટ્સ અને ACCનો 10.5 બિલિયન ડોલરમાં અધિગ્રહણ કર્યું હતું ત્યારબાદ સંઘી ઇન્ડસ્ટ્રીઝ (ઓગસ્ટ 2023), પેન્ના સિમેન્ટ (જૂન 2024) અને ઓરિએન્ટ સિમેન્ટ (ઓક્ટોબર 2024)માં ભાગ ખરીદ્યો હતો.
અદાણી ગ્રૂપ ઓડિશામાં 3,000-3,500 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે. બિહારમાં 1,600-2,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ગ્રાઇન્ડિંગ પ્લાન્ટની જાહેરાત કરી છે.








