મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

26 જાન્યુઆરીએ આ બે સેલિબ્રિટી બનશે મુખ્ય મહેમાન, યુરોપિયન યુનિયન સાથે છે ખાસ સંબંધ

26 જાન્યુઆરીએ ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પ

26 જાન્યુઆરીએ આ બે સેલિબ્રિટી બનશે મુખ્ય મહેમાન, યુરોપિયન યુનિયન સાથે છે ખાસ સંબંધ

26 જાન્યુઆરીએ ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે.  દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય અતિથિ મહેમાન કોણ હશે તેની બધાને જીજ્ઞાસા હોય છે. આ વખતે 77મા પ્રજાસત્તાક પર્વે એક નહીં, પરંતુ બે મુખ્ય મહેમાનો આ કાર્યક્રમમાં વિશેષરૂપથી હાજરી આપશે. યુરોપિયન યુનિયનના નેતાઓ ઉર્સુલા ગેર્ટ્રુડ વોન ડેર લેયન અને એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા સિલ્વા 2026 ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે.

ઉર્સુલા ગેર્ટ્રુડ વોન ડેર લેયેન એક જર્મન રાજકારણી છે, જ્યારે એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા સિલ્વા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે.

ઉર્સુલા ગેર્ટ્રુડ વોન ડેર લેયેન હાલમાં યુરોપિયન કમિશનના પ્રમુખ છે. વોન ડેર લેયેન એક જર્મન રાજકારણી છે. ઓક્ટોબર 1958 માં જન્મેલા લેયેન વ્યવસાયે ડૉક્ટર છે અને ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન પાર્ટીના નેતા છે. 2005થી 2009 સુધી તેમણે વરિષ્ઠ નાગરિકો, મહિલા અને યુવા મંત્રીનું પદ સંભાળ્યું. ત્યારબાદ તેમણે 2009 થી 2013 સુધી શ્રમ અને સામાજિક બાબતોના મંત્રી અને 2013 સુધી સંરક્ષણ મંત્રી તરીકે સેવા આપી.

આ સમાચાર શેર કરો