મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણા: MLA કિરણ ચૌધરીનું કોંગ્રેસમાંથી રાજીનામુ, ભાજપ મોકલી શકે છે રાજ્યસભામાં

હરિયાણા કોંગ્રેસને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. તોશામથી કોંગ્રેસના ધારાસભ્ય કિરણ ચૌધરી પાર્ટીમાંથી

હરિયાણા: MLA કિરણ ચૌધરીનું કોંગ્રેસમાંથી રાજીનામુ, ભાજપ મોકલી શકે છે રાજ્યસભામાં

હરિયાણા કોંગ્રેસને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. તોશામથી કોંગ્રેસના ધારાસભ્ય કિરણ ચૌધરી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને બુધવારે ભાજપમાં જોડાઈ શકે છે. કિરણ ચૌધરી આવતીકાલે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ શકે છે.

રાજ્યમાં આ પહેલીવાર હશે જ્યારે દેવીલાલ, ભજનલાલ અને બંસીલાલ પરિવાર ભાજપમાં સાથે હશે. કિરણ ચૌધરીએ લોકસભા ચૂંટણીમાં રાવ દાન સિંહનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. કિરણ ચૌધરી પોતાની દીકરી શ્રુતિ ચૌધરીની ટિકિટ કેન્સલ થવા પર નારાજ હતા.

બે દિવસ પહેલા ભિવાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કિરણ ચૌધરીએ પાર્ટી છોડવાના સંકેત આપ્યા હતા. કિરણ ચૌધરીની સાથે તેમની પુત્રી પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી પણ ભાજપમાં જોડાશે. રાજધાની દિલ્હીમાં બંને ભાજપમાં જોડાઈ શકે છે.

બે દિવસ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરણ ચૌધરીએ ફરીથી પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેમને કોંગ્રેસ છોડવી એ ભગવાનની ઈચ્છા છે તેમ કહીને મોટો રાજકીય ધડાકો કરવાના સંકેતો આપ્યા હતા.

હુડ્ડાનું નામ લીધા વિના કિરણે ઢાંકપિછોડો કરીને કહ્યું હતું કે, 'હરિયાણામાં લોકસભાની ટિકિટોની વહેંચણીમાં દુશ્મનાવટનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેઓ અમારો નાશ કરવા માગે છે જેથી કોઈ તેમનાથિ આગળ ન જઇ શકે. જો ટિકિટનું વિતરણ યોગ્ય રીતે થયું હોત તો ભિવાની અને ગુરુગ્રામમાં કોંગ્રેસની જીત થઈ હોત. બધા જાણે છે કે કેવી રીતે તેમને 10 વર્ષમાં કોંગ્રેસને 67 સીટોથી તળિયે લાવી દીધી.

કિરણ ચૌધરી અહીંથી ન અટક્યા અને કહ્યું, 'હવે પણ તેમને (હુડ્ડા) દરેક વિધાનસભામાં 5-5 નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે માત્ર એકને ટિકિટ મળવાની છે. આવી સ્થિતિમાં પોતાને ઉમેદવાર ગણાવતા અન્ય નેતાઓ માત્ર 2-2, 4-4 હજાર મત વેડફશે.

કુમારી શૈલજાએ પ્રશંસા કરી

જોકે કિરણ ચૌધરીએ કુમારી શૈલજાના વખાણ કરતાં કહ્યું, 'શૈલજા ઈમાનદાર અને મહેનતુ છે. શૈલજા નિર્ભય છે કારણ કે તે અમારી જેમ નિષ્કલંક છે. શૈલજા હરિયાણામાં સીએમ પદ માટે સૌથી વધુ લાયક છે.

આ સમાચાર શેર કરો