મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઈ પહોંચ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, આજે થઈ શકે છે 3.25 લાખ કરોડની રાફેલ ડીલ

ભારતમાં આયોજિત 'AI ઈમ્પેક્ટ સમિટ' માં ભાગ લેવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈ

મુંબઈ પહોંચ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, આજે થઈ શકે છે 3.25 લાખ કરોડની રાફેલ ડીલ

ભારતમાં આયોજિત 'AI ઈમ્પેક્ટ સમિટ' માં ભાગ લેવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારત પહોંચ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં તેમની સાથે મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિ મેક્રોન મંગળવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. 2017માં પદ સંભાળ્યા પછી આ તેમની ચોથી ભારત મુલાકાત છે. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી અને મેક્રોન વચ્ચે દસોલ્ટ રાફેલ ફાઈટર જેટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે ચર્ચા થવાની શક્યતા છે.

114 રાફેલ વિમાનોની થશે ડીલ

ફ્રાન્સ ભારત સાથે પોતાનો સંરક્ષણ સહયોગ વધારવા માંગે છે. આ અંતર્ગત 114 રાફેલ વિમાનોની ખરીદી અંગે બંને દેશો વચ્ચે નિર્ણાયક વાતચીત થવાની છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે તાજેતરમાં થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને 'મધર ઓફ ઓલ ડીલ્સ' કહેવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં પીએમ મોદી સાથે મુલાકાત

સત્તાવાર નિવેદન અનુસાર, પીએમ મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. જેમાં વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અને નવા ઉભરતા ક્ષેત્રોમાં વિસ્તાર કરવો. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.  મેક્રોન 17 થી 19 ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે રહેશે.

કાર્યક્રમની વિગતો:

બપોરે 3:15 વાગ્યે: મુંબઈના લોક ભવનમાં દ્વિપક્ષીય બેઠક.

સાંજે 5:15 વાગ્યે: 'ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર 2026'નું ઉદ્ઘાટન.

સંબોધન: બંને દેશોના ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને સંબોધિત કરશે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય અને ફ્રેન્ચ સેનાના અધિકારીઓની પરસ્પર તૈનાત અંગે પણ જાહેરાત થવાની અપેક્ષા છે. આ મુલાકાત સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે.

આ સમાચાર શેર કરો