ઉત્તર પ્રદેશમાં સ્કૂલબસ પલટી, ચાર વિદ્યાર્થીઓના મોત
UPના બારાબંકી જિલ્લામાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં ચાર વિદ્યાર્થી સહિત પ

UPના બારાબંકી જિલ્લામાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં ચાર વિદ્યાર્થી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા ને 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તર પ્રદેશના બારાબાંકી જિલ્લાના સલારપુરમાં સ્કૂલ બસ પલટી ગઈ હતી. જેમાં સવાર વિદ્યાર્થીઓ સુરતગંજના હરક્કા ગામના કંપોજીટ સ્કૂલના હતા. જે શિક્ષકો સાથે શૈક્ષણિક વિઝિટના કાર્યક્રમમાં લખનઉ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. જેમાં કુલ 40 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા તથા ઇજાગ્રસ્ત થયેલા બાળકો અને શિક્ષકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે એક બાઇક ચાલકને બચાવાના પ્રયાસમાં બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો ને આ અકસ્માત સર્જાયો હતો.
આ બસમાં સવાર શિક્ષકનું કહેવું છે કે, "અમે લોકો બાળકોને લઈને લખનઉ પક્ષીઘર બતાવવા શૈક્ષણિક પ્રવાસે ગયા હતા ને ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત નળ્યો. બસમાં લગભગ 40 બાળકો અને 5 શિક્ષકો સવાર હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા"
આ અકસ્માતમાં અત્યાર સુધી ચાર વિદ્યાર્થીઓ સહીત એક બસના સ્ટાફનો વ્યક્તિ એમ 5 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








