મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Train Accident: કેરળ એક્સપ્રેસ ટ્રેને ટ્રેક પર કામ કરતા ચાર કર્મચારીઓને કચડી નાખ્યા

કેરળના પલક્કડમાં કેરળ એક્સપ્રેસ ટ્રેને રેલવે ટ્રેક પર કામ કરી રહેલા ચાર કર્મચારીઓને ટક્કર મારતા ચારેયના મોત

Train Accident: કેરળ એક્સપ્રેસ ટ્રેને ટ્રેક પર કામ કરતા ચાર કર્મચારીઓને કચડી નાખ્યા

કેરળના પલક્કડમાં કેરળ એક્સપ્રેસ ટ્રેને રેલવે ટ્રેક પર કામ કરી રહેલા ચાર કર્મચારીઓને ટક્કર મારતા ચારેયના મોત નિપજ્યા છે. જેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.

રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે, ચારેય કર્મચારીઓ રેલવે ટ્રેક પર કચરો ઉઠાવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, ટ્રેનની ટક્કર એટલી જોરથી વાગી હતી કે, તમામ કર્મચારીઓ પુલ પરથી નીચે પડી ગયા હતા. ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે, જ્યારે એક મૃતદેહ મળી રહ્યો નથી. 

આ પણ વાંચો:  Hit and run/ ભાજપ નેતાના પુત્રએ BMWથી મારી ટક્કર, એકનું મૃત્યુ

શોરાનુર રેલવે સ્ટેશન નજીક બની ઘટના

આ અકસ્માતની ઘટના આજે શનિવારે શોરાનુર રેલવે સ્ટેશન નજીક બની હતી. નવી દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસે બપોરે 3.05 વાગ્યે આ કર્મચારીઓને ટક્કર મારી હતી. આ સફાઈ કામદારો રેલવે સ્ટેશનથી થોડાક કિલોમીટર દૂર શોરાનુર પુલ પરના રેલવે ટ્રેક પરથી કચરો સાફ કરી રહ્યા હતા.

રેલવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, કર્મચારીઓએ આવી રહેલી ટ્રેન પર ધ્યાન આપ્યું ન હતું જેના કારણે અકસ્માત થયો, પરંતુ વધુ તપાસ ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો