મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિદેશ મંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, આ બેઠકમાં લેશે ભાગ

પાકિસ્તાન SCO સમિટનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 15-16 ઓક્ટોબરે યોજાશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વિદેશ મંત્

વિદેશ મંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, આ બેઠકમાં લેશે ભાગ

પાકિસ્તાન SCO સમિટનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 15-16 ઓક્ટોબરે યોજાશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.

એસસીઓ સમિટ ક્યારે યોજાશે?

એસસીઓનું સમિટન આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ આયોજિત થવા જઈ રહ્યું છે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. 15મી અને 16મી ઓક્ટોબરે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તેથી વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાન જશે.

ભારતે ગયા વર્ષે SCO સમિટનું આયોજન કર્યું હતું

ભારતે ગયા વર્ષે SCO સમિટનું આયોજન કર્યું હતું અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફે ઑનલાઇન ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનના તત્કાલિન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મે 2023માં ગોવામાં SCO કાઉન્સિલ ઑફ ફોરેન મિનિસ્ટર્સની 2-દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લીધી હતી, જે લગભગ 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશમંત્રી બન્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનો લાંબો ઈતિહાસ છે, જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી આતંકવાદ છે.

આ સમાચાર શેર કરો