ઇરાકથી બેઇજિંગ જતી ફ્લાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ ઇર

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ ઇરાકથી બેઇજિંગ જતી હતી. જોકે, રસ્તામાં એક મુસાફરની તબિયત ખરાબ થઇ ગઇ હતી જેને કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુરૂવાર સવારે ફ્લાઇટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. આ વિમાનમાં 15 ક્રૂ મેમ્બર્સ સિવાય 100 મુસાફર સવાર હતા.
એક કલાકમાં પહોંચવાનું હતું બેઇજિંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 100 મુસાફરોથી ભરેલુ વિમાન ચીનના પાટનગર બેઇજિંગ તરફ જતું હતું. વિમાન એક કલાકની અંદર બેઇજિંગમાં લેન્ડ કરવાનું હતું પણ આ પહેલા જ વિમાનમાં રહેલા એક મુસાફરની તબિયત ખરાબ થઇ ગઇ હતી. એવામાં પાયલોટે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કોલકાતામાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
શું હતી ઘટના?
બીમાર પેસેન્જરનું નામ સમીર અહેમદ છે. ફ્લાઇટમાં બેઠેલા સમીરની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. એવામાં સવારે 10.18 વાગ્યે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (APHO)એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ફ્લાઇટમાં મુસાફરની પલ્સ રેટ ઘણી ધીમી થઇ ગઇ હતી. એવામાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને પછી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.








