VIDEO: ઉત્તર પ્રદેશમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડી, દિલ્હી-લખનૌ રેલ વ્યવહાર ખોરવાયો
ઉત્તર પ્રદેશમાં આજે વધુ એક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માલગાડી ટ્રેનના સાત ડબ્બા પાટા પરથી

ઉત્તર પ્રદેશમાં આજે વધુ એક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માલગાડી ટ્રેનના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પરિણામે દિલ્હી-લખનૌ રેલવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે, આ દુર્ઘટના કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ આ બનાવની જાણ થતા અમરોહા સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
શનિવારે સાંજે યુપીના ગાઝિયાબાદ-મુરાદાબાદ સેક્શન વચ્ચે ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે આ માર્ગ પરનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. માહિતી મળતા જ રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાટા પરથી ઉતરેલા કોચને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
માલસામાન ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
મળતી માહિતી મુજબ માલસામાન ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માત કલ્યાણપુરા રેલવે ફાટક પાસે થયો હતો. માલસામાન ટ્રેન લખનૌથી દિલ્હી જઈ રહી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મુરાદાબાદ-સહારનપુર-મેરઠ ગાઝિયાબાદ વચ્ચેની ટ્રેનોની અવરજવર પણ વૈકલ્પિક માર્ગ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ યુપીના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માતમાં 2 મુસાફરોના મોત થયા છે અને 25 ઘાયલ થયા હતા. ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ હતી. બપોરે ઝિલાહી સ્ટેશન નજીક આ અકસ્માત થયો હતો.








