ઔરંગઝેબના મકબરા પર ભીડના હુમલાનો ડર, પોલીસ ફોર્સ તૈનાત; સીધા પ્રવેશ પર રોક
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબના શાસનકાળની પ્રશંસા કરી હતી તે બાદ વિવાદ એટલો વધી ગયો કે ઓરંગઝેબના મકબરા પર

સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબના શાસનકાળની પ્રશંસા કરી હતી તે બાદ વિવાદ એટલો વધી ગયો કે ઓરંગઝેબના મકબરા પર જ ખતરો ઉભો થયો છે. મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર ભીડના હુમલાનો ખતરો છે જેને કારણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મકબરા બહાર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
પોલીસ એલર્ટ
કેટલાક દક્ષિણપંથી સંગઠનોએ પણ ઔરંગઝેબના મકબરાને તોડી પાડવાની ધમકી આપી છે. કેટલાક નેતાઓએ કહ્યું કે ઔરંગઝેબના મકબરાને ખતમ કરી નાખવો જોઇએ અને તેના માટે મહારાષ્ટ્રની ધરતી પર જગ્યા નથી. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉભી ના થાય તેના માટે પોલીસ એલર્ટ છે. મકબાર સુધી ભીડ પહોંચે તો સ્થિતિ બગડી શકે છે. ભીડ ભેગી થયા બાદ સ્થિતિને કાબુમાં કરવી મુશ્કેલ બનશે જેને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
મકબરા પર સીધા પ્રવેશ પર રોક
ભીડના હુમલાથી બચવા માટે જ મકબરા માટે સીધી એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી છે. આગામી આદેશ સુધી મકબરામાં સીધા પ્રવેશ પર રોક છે. આ મકબરો છત્રપતિ સંભાજીનગર શહેરથી 30 કિલોમીટર દૂર સ્થિત ખુલ્દાબાદમાં આવેલો છે. રસ્તા પર કોઇ રોક લગાવવામાં આવી નથી પણ મકબરાની બહાર સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જવાનોને આદેશ આપવામાં આવ્યો છે કે તે કોઇને પણ મકબરામાં સીધી એન્ટ્રી ના આપે. પુરી તપાસ બાદ જ લોકોને અંદર જવા દેવામાં આવે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તાજેતરમાં કહ્યું હતું કે અમે પણ ઔરંગઝેબની કબર તોડી પાડવાના પક્ષમાં છીએ પરંતુ કોંગ્રેસે અવરોધ ઉભો કર્યો છે. કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન આ કબર ASIને સોંપી દીધી હતી. તે એક સંરક્ષિત સ્થળ બની ગયું છે અને તેનો નાશ કરવો એટલું સરળ નથી.
ઔરંગઝેબે 1658થી 1707 સુધી ભારત પર શાસન કર્યું હતું. ઔરંગઝેબનું મોત 3 માર્ચ, 1707ના રોજ અહમદનગરમાં થયું હતું અને તેમની ઇચ્છા મુજબ તેમને તેમના આધ્યાત્મિક ગુરુ શેખ ઝૈનુદ્દીનની દરગાહ નજીક દફનાવવામાં આવ્યા હતા.







