VIDEO/ 'હિન્દુસ્તાન હમારે બાપ કા થા ઓર રહેગા.. ', પ્રખ્યાત લેખક મનોજ મુન્તશીર ઔરંગઝેબની કબરને લઈ આ શું બોલી ગયા?
બોલિવૂડના પ્રખ્યાત લેખક મનોજ મુન્તશીર ફરી એકવાર ટ્રોલર્સના નિશાને ચઢયા
બોલિવૂડના પ્રખ્યાત લેખક મનોજ મુન્તશીર ફરી એકવાર ટ્રોલર્સના નિશાને ચઢયા છે. તેમણે X પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર શૌચાલય બનાવવું જોઈએ. જ્યારથી તેમનું નિવેદન બહાર આવ્યું છે, ત્યારથી લોકો તેમના પર નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તે ટ્વિટર પર ટ્રોલર્સનો શિકાર બન્યા છે.
મનોજ મુન્તશિરે શું કહ્યું?
મનોજ મુન્તાશીરે કહ્યું, 'આજે દેશમાં એક જ અવાજ ઉઠી રહ્યો છે કે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી મહારાજ નગરમાં બનેલી ઔરંગઝેબની કબરને દૂર કરવામાં આવે.' હું કહું છું કે તેને દૂર ન કરવી જોઈએ. શા માટે? જ્યારે આપણે હિન્દુઓ શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામનું મંદિર બનાવવા માટે લડી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો આપણને ઉપદેશ આપી રહ્યા હતા કે ભગવાન દરેક કણમાં હાજર છે, તો પછી મંદિર બનાવવાની શું જરૂર છે!
'હું સરકારને વિનંતી કરું છું'
તેમણે આગળ કહ્યું, 'હું ભારત સરકારને વિનંતી કરું છું કે, ઔરંગઝેબની કબર દૂર કરવાની જરૂર નથી. તેના પર શૌચાલય બનાવી દો. આખરે આપણે આપણે સનાતનીઓ એ હિન્દુઓના હત્યારના હાડકાં ઓગાળવ માટે યુરિયા અને મીઠું તો દાન કરી જ શકીએ. જે લોકો કહે છે કે “જેઓ કહે છે કે ભારત કોઈના બાપની મિલકત નથી. હું તેમને ખૂબ જ નમ્રતાથી કહેવા માંગુ છું કે ભારત આપણા પિતાનું હતું અને રહેશે.
નોંધનીય છે કે આ સમગ્ર વિવાદ સપા નેતા અબુ આઝમીના એ નિવેદન પછી શરૂ થયો હતો જ્યાં તેમણે ઔરંગની પ્રશંસા કરી હતી. આ પછી પ્રતિક્રિયાઓ આવી અને હવે મનોજ મુન્તશીરે પણ પ્રતિક્રિયા આપી છે. આ વાંચ્યા પછી, ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને ઘણા તેમના વખાણ કરી રહ્યા છે.








