Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Amitabh Bachchan wins 17 Filmfare Awards in his career

Happy Birthday: અમિતાભ બચ્ચને કરિયરમાં જીત્યા 17 ફિલ્મફેર એવોર્ડ્સ, જાણો ઇન્ડસ્ટ્રીમાં કોણ છે તેમનાથી આગળ?

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Happy Birthday: અમિતાભ બચ્ચને કરિયરમાં જીત્યા 17 ફિલ્મફેર એવોર્ડ્સ, જાણો ઇન્ડસ્ટ્રીમાં કોણ છે તેમનાથી આગળ?
સોર્સ : gstv

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 6 દાયકા થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને અનેક એવોર્ડ્સ જીત્યા છે. એક્ટર પોતાનો 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને હજુ પણ ફિલ્મી દુનિયામાં સક્રિય છે.

App Store

તેમણે પોતાની શાનદાર કરિયરમાં લગભગ તમામ નાની-મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. એક્ટરને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સહિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વળી, તેમને ૫ વખત અલગ-અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

એક્ટરને ફિલ્મફેરે પણ અગણિત વાર તેમના પ્રશંસનીય કામ માટે સન્માનિત કર્યા છે. એક્ટરને તેમની અત્યાર સુધીની કરિયરમાં કુલ 17 વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવી ચૂક્યા છે. આ સંજય લીલા ભણસાલીના 13 વખત અને જાવેદ અખ્તરના 16 વખત કરતાં પણ વધુ છે. તેઓ સૌથી વધુ ફિલ્મફેર મેળવનારા દેશના બીજા કલાકાર છે.

એક્ટરને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવી ચૂક્યા છે. આ સિવાય તેમને અલગ-અલગ કેટેગરીમાં 40થી વધુ વખત નોમિનેટ કરવામાં આવ્યા છે. તેમજ બેસ્ટ એક્ટર, બેસ્ટ સહ-અભિનેતા અને બેસ્ટ ક્રિટિક એવોર્ડ્સ મળીને કુલ 17 વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે તેમનાથી વધુ ફિલ્મફેર એવોર્ડ કોણે જીત્યા છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ્સ ગુલઝારના નામે છે. તેમણે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળીને કુલ 22 વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. તેમને બેસ્ટ લિરિક્સ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ડાયલોગ અને ક્રિટિક્સની કેટેગરીમાં આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News