Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Happy Birthday Kajol: Unique Love Story of Bollywood's Hit Jodi: Know How Kajol's Love Story Started

VIDEO: Happy Birthday Kajol: બોલિવૂડની હિટ જોડીની અનોખી પ્રેમ કહાની: જાણો કેવી રીતે શરૂ થઈ કાજોલની લવ સ્ટોરી

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે બોલિવૂડની ચુલબુલી એક્ટ્રેસ કાજોલનો જન્મદિવસ છે. કાજોલનો જન્મ ૫ ઓગસ્ટ 1974ના રોજ મુંબઈમાં થયો હતો. તેમની માતા તનુજા અને પિતા દિવંગત ઉત્પાદક-નિર્દેશક સોમૂ મુખર્જી હતા. કાજોલે 1999માં અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. અજય દેવગન અને કાજોલની જોડી બોલિવૂડની શાનદાર જોડી ગણાય છે. આ બંને કલાકારોને બે બાળકો છે - દીકરી ન્યાસા અને દીકરો યુગ. આજે કાજોલના જન્મદિવસ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો...

App Store

કાજોલ અને અજયની પ્રેમની કહાની

કાજોલે જણાવ્યું હતું કે, "હું જ્યારે પહેલીવાર અજયને મળી, તેના 10 મિનિટ પહેલા સુધી હું તેની વાંક કાઢી રહી હતી. 25 વર્ષ પહેલાં અમે ફિલ્મ 'હલચલ'ના સેટ પર મળ્યા હતા. હું શૂટિંગ માટે તૈયાર હતી અને મેં પૂછ્યું કે મારો હીરો ક્યાં છે? કોઈએ અજય તરફ ઈશારો કરીને કહ્યું કે તે ત્યાં બેઠા છે. અજય એક ખૂણામાં શાંતિથી બેઠા હતા. રમુજી વાત એ હતી કે હું તેમને મળવાના 10 મિનિટ પહેલા જ તેમના વિશે ખોટી વાતો કરી રહી હતી. ત્યારબાદ અમે વાતો શરૂ કરી અને મિત્રો બન્યા."

કાજોલ આગળ કહે છે, "જે સમયે અમે મળ્યા ત્યારે અમે બંને અલગ-અલગ વ્યક્તિને ડેટ કરી રહ્યા હતા. પણ પાછળથી અમારી વચ્ચે વાત જામતી ગઈ. મેં અજય સાથે મારા તત્કાલીન બોયફ્રેન્ડની ફરિયાદો પણ કરી હતી. ટૂંક સમયમાં જ મારો બ્રેકઅપ થયો અને અજયનો પણ તેમની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ પૂરો થયો. ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. અજયના માતા-પિતા લગ્ન માટે માની ગયા હતા, પરંતુ મારા પિતાએ મારી સાથે 4 દિવસ સુધી વાત નહોતી કરી, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે હું મારા કરિયર પર ધ્યાન આપું. પરંતુ હું અજય સાથે લગ્ન કરવા પર મક્કમ હતી અને આખરે મેં મારા પિતાને મનાવી લીધા."

બોલિવૂડ કરિયર અને એવોર્ડ્સ

કાજોલે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ 'બેખુદી'થી કરી હતી. ત્યારબાદ તેમણે એકથી ચડિયાતી ફિલ્મોમાં અભિનય કરીને મોટા પડદા પર પોતાની ખાસ છાપ છોડી.

પોતાની ફિલ્મી સફરમાં કાજોલે 'બાઝીગર', 'કરણ અર્જુન', 'દિલવાલે દુલ્હનિયા લે જાયંગે', 'ગુપ્ત', 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ', 'દિલવાલે' અને 'તાનાજી' જેવી સફળ ફિલ્મોથી દર્શકોના દિલ જીત્યા. 'દિલવાલે દુલ્હનિયા લે જાયંગે' હિન્દી સિનેમાની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક ગણાય છે.

આ સિવાય કાજોલને 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ', 'ફના' અને 'માય નેમ ઈઝ ખાન' માટે ફિર્લમફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગુપ્ત'માં તેમનો નેગેટિવ રોલ હતો, જેના માટે તેમને ફિર્લમફેરમાં શ્રેષ્ઠ ખલનાયિકાનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2011માં કાજોલને ભારત સરકાર દ્વારા 'પદ્મશ્રી' પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News