Happy Birthday Rishabh Pant / આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો, મોતને આપી માત; આજે 100 કરોડનો માલિક છે રિષભ પંત

આજે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતનો જન્મદિવસ છે. 4 ઓક્ટોબર, 1997ના રોજ જન્મેલા પંતની ટીમ ઈન્ડિયામાં સફર સરળ નથી રહી. તેણે આ માર્ગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત મેદાન પર પોતાની હરકતો માટે સમાચારમાં રહે છે. જ્યારે તે ક્રિકેટ નથી રમતો, ત્યારે પણ તે કંઈક એવું કરે છે જેનાથી તેનું નામ હેડલાઇન્સમાં રહે છે.
પંતે અંડર-19 ક્રિકેટમાં પોતાની છાપ છોડી અને IPLમાં પોતાની બેટિંગ કુશળતા દર્શાવી. ત્યાંથી, તે ટીમ ઈન્ડિયા પહોંચ્યો. ભલે તે હાલમાં માત્ર ભારતની ટેસ્ટ ટીમનો એક ભાગ છે, પરંતુ કોઈને તેની પ્રતિભા પર શંકા નથી.
તેની નેટવર્થ કેટલી છે?
પંત એક એવો ખેલાડી રહ્યો છે જેણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ આજે તે વૈભવી જીવન જીવે છે. તેની પાસે એક વૈભવી ઘર અને લકઝરી કાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આમાં BCCI અને IPLમાંથી મળેલા પગાર તેમજ વિવિધ એન્ડોર્સમેન્ટ્સમાંથી મળેલી નોંધપાત્ર રકમનો સમાવેશ થાય છે. પંત હાલમાં BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ Aનો સભ્ય છે, જેનાથી તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. તે મેચ ફી દ્વારા પણ કમાણી કરે છે.
પંત IPLમાંથી પણ કરોડો રૂપિયા કમાય છે. 2025ના IPL મેગા ઓક્શનમાં, પંતને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, જે લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જોકે, હવે ટીમે તેને રિલીઝ કરી દીધો છે અને તે દિલ્હી કેપિટલ્સ પાછો ફર્યો છે. તે કેટલીક કંપનીઓ માટે જાહેરાત પણ કરે છે.
મોતને માત આપી
પંતનું જીવન સરળ નહતું. મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા, પંતે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેણે ખૂબ જ નાની ઉંમરે તેના પિતા ગુમાવ્યા હતા. તે પોતે મોતને માત આપીને પાછો ફર્યો છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ, દિલ્હીથી રૂરકી સ્થિત તેના ઘરે જતી વખતે તેનો એક જીવલેણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે એક વર્ષથી વધુ સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો.

