નકલી ધારાસભ્ય ઝડપાયો, જેલમાં કેદ સાથીને છોડાવવા માટે પોલીસ અધિકારીને ફોન પર ધમકાવ્યા
ગુજરાતમાં નકલી PMO, નકલી CMO અધિકારી તો પકડાયા છે પણ ગુજરાત જેવી જ ઘટના હવે પંજાબમાં સામે આવી છે. પંજાબમાં નકલી ધાર

ગુજરાતમાં નકલી PMO, નકલી CMO અધિકારી તો પકડાયા છે પણ ગુજરાત જેવી જ ઘટના હવે પંજાબમાં સામે આવી છે. પંજાબમાં નકલી ધારાસભ્ય બનીને પોતાના સાથીને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ કર્મીને ધમકાવનારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
નકલી ધારાસભ્ય બની પોલીસ સ્ટેશનમાં કર્યો ફોન
સામાન્ય રીતે નકલી અધિકારીઓ દ્વારા છેતરપિંડી અને લોકોને ગેરમાર્ગે દોરવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, પરંતુ પંજાબના ભટિંડામાં આવો જ એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નકલી ધારાસભ્ય બનીને એક વ્યક્તિએ પકડાયેલા તેના સાથીને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ કર્મીને ધમકાવ્યો હતો.પોલીસ કર્મીને શક થતા અસલી ધારાસભ્યને ફોન કરીને ઘટનાની તપાસ કરી હતી.તે બાદ ખબર પડી કે ધારાસભ્યએ ના તો કોઇને ફોન કર્યો છે અને તો તે ભટિંડામાં છે.તે બાદ પોલીસને શંકા ગઇ અને નકલી ધારાસભ્ય બનીને કોલ કરનારા આરોપી હરવિંદર સિંહની ધરપકડ કરી હતી.
શું છે ઘટના?
મળતી માહિતી અનુસાર ભટિંડાના ગોનિયાના પોલીસ ચોકીની પોલીસ ટીમે 19 ડિસેમ્બરે ગુંડાગર્દીના આરોપમાં ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. આરોપી હરવિંદર સિંહ ત્રણેય યુવકોને છોડાવવા ચોકી પ્રભારી સબ ઇંસ્પેક્ટર મોહનદીપ સિંહ બંગી પાસે ગયો હતો જે પોતાને આમ આદમી પાર્ટીનો મહાસચિવ ગણાવતો હતો. જોકે, ચોકીના ઇન્ચાર્જ દ્વારા પકડાયેલા યુવકોને કલમ 109 હેઠલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.જેના કારણે SDM પાસેથી તેમના જામીન મેળવવા પડ્યા હતા.આરોપી હરવિંદરે તેના ત્રણ સહયોગીઓના જામીન મેળવ્યા બાદ 23 ડિસેમ્બર 2024ના રોજ સબ ઈન્સ્પેક્ટર મોહનદીપ સિંહને ફોન કર્યો હતો અને કહ્યું કે ભુછો હળકાના ધારાસભ્ય માસ્ટર જગસીર સિંહ તેની સાથે વાત કરશે. આ દરમિયાન, તેણે પોતે ધારાસભ્ય બનીને સબ ઈન્સ્પેક્ટર સાથે ફોન પર વાત કરી હતી અને પાર્ટીના કાર્યકરોને ન છોડવા માટે ધમકી આપી હતી.
આ પણ વાંચો: અસલી ગુજરાતમાં નકલી મોડલે સરકારની પ્રતિષ્ઠા ખરડી', કૌભાંડ-કાંડોને લીધે આ વર્ષે બદનામ થયું રાજ્ય
આટલું જ નહીં, આરોપીએ પોસ્ટ ઇન્ચાર્જ સાથે અસભ્યતાથી વાત કરી હતી. બીજી તરફ CIA સ્ટાફમાં લાંબા સમય સુધી ફરજ બજાવતા આઉટપોસ્ટ ઇન્ચાર્જ મોહનદીપ સિંહ બાંગીને ફોન પર શંકા ગઇ કે કોઇ ધારાસભ્ય પોલીસ અધિકારી સાથે ફોન પર આ ટોનમાં વાત કરતા નથી. તે બાદ તેમને ઘટનાની તપાસ કરી હતી અને જાણવા મળ્યું કે ધારાસભ્ય ચંદીગઢથી પટના સાહિબ ગયા છે.આ સિવાય જ્યારે ધારાસભ્ય સાથે ઘટનાની પૃષ્ટી કરી તો તે પણ ચોકી ગયા હતા. તે બાદ પોલીસે ફોન પર પોલીસ કર્મીને ધમકાવનારા આરોપી હરવિંદર સિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.








