Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Even parents can't stop if an adult couple stays with them! Relatives or friends cannot bother; A historic judgment of the Delhi High Court

પુખ્ત વયના કપલ સાથે રહે તો મા-બાપ પણ ના રોકી શકે! સંબંધીઓ કે મિત્રો નહીં કરી શકે પરેશાન ; દિલ્હી હાઇકોર્ટનો ઐતિહાસિક ફેંસલો

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
પુખ્ત વયના કપલ સાથે રહે તો મા-બાપ પણ ના રોકી શકે! સંબંધીઓ કે મિત્રો નહીં કરી શકે પરેશાન ; દિલ્હી હાઇકોર્ટનો ઐતિહાસિક ફેંસલો
સોર્સ : gstv

દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપને લઇને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કહ્યું કે, સંમતિથી સાથે રહેતા પુખ્ત વયના લોકોના સંબંધમાં માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો હસ્તક્ષેપ કરી શકે નહીં. પરિવારની ધમકીઓથી પરેશાન કપલને પોલીસ સુરક્ષા આપતા કોર્ટે તેને લગ્ન સમાન ગણાવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહેલા પુખ્ત વયના લોકોનો સંબંધ લગ્ન સમાન છે. માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો તેમની પસંદગીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, અને ન તો તેમના જીવન કે સ્વતંત્રતાને જોખમ પહોંચાડી શકે છે. અદાલતે પરિવાર તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા એક લિવ-ઇન કપલને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડી છે.

App Store

દંપતિની અરજી પર આદેશ

ન્યાયમૂર્તિ સૌરભ બેનરજીએ 13 ઓગસ્ટે દંપતિની અરજી પર આ આદેશ પસાર કર્યો. અરજદાર દંપતિની ઉંમર 30 વર્ષથી વધુ છે. તેમણે અદાલતને જણાવ્યું કે, તેઓ કેટલાક સમયથી સાથે રહી રહ્યા છે અને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ ઈરાદો ધરાવે છે. અદાલતને જણાવવામાં આવ્યું કે, છોકરીના પિતા અને ભાઈ આ સંબંધથી ખુશ નહોતા, અને તેઓ સતત બંનેને હિંસાની ધમકી આપી રહ્યા હતા. અરજદારોએ સ્થાનિક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ (SHO)ને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

'કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી'

અદાલતનું કહેવું છે કે, 'અરજદારોએ પોતાની ઈચ્છા, સંમતિ અને પૂરી જવાબદારી સાથે એકબીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય કર્યો છે, તેથી કોઈ પણ વ્યક્તિ, ઈચ્છે તો તે તેમના માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો હોય, તેમની પસંદગીમાં અડચણ નાખવાનો કે, હસ્તક્ષેપ કરવાનો અધિકાર અથવા ક્ષેત્રાધિકાર ધરાવતા નથી. તેમને તેમના જીવન કે, સ્વતંત્રતા માટે ધમકી આપવાનો તો બિલકુલ પણ અધિકાર નથી. અરજદારો લિવ-ઇન રિલેશનશિપમાં છે, અને કાયદાકીય રીતે એકબીજા સાથે પરિણિત નથી, પરંતુ બંને સંમતિથી પુખ્ત છે, તેથી તેમનો સંબંધ લગ્ન સમાન છે.'

'સામાજિક પૂર્વગ્રહોથી મૂળભૂત અધિકારો સિમિત કરી શકાય નહીં'

ન્યાયમૂર્તિ સૌરભ બેનરજીએ કહ્યું કે, સંમતિથી લગ્ન કરનારા પુખ્ત વયના લોકોના લગ્નોને જ્ઞાતિ, સંપ્રદાય, રંગ, ધર્મ કે આસ્થાના આધારે માન્યતાથી વંચિત રાખી શકાય નહીં. તેમણે કહ્યું કે, બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોને ‘સામાજિક નૈતિકતા અને પૂર્વગ્રહો’ના આધારે સિમિત કરવા તે વ્યક્તિની સ્વતંત્ર ઓળખથી વંચિત કરવા સમાન છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો પણ આપ્યો હવાલો

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે માન્યું છે કે, લગ્ન ન થયા હોવા છતાં પુખ્ત વયના લોકોને પોતાની ઈચ્છા અનુસાર એકબીજા સાથે રહેવાનો અસિમિત અધિકાર છે. અદાલતે કહ્યું કે, હવે કાયદાની નજરમાં આ અધિકારને માન્યતા પ્રાપ્ત છે, અને કાયદાએ પણ તેને ઘરેલુ હિંસા સામે મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ, 2005ની જોગવાઈઓ હેઠળ માન્યતા આપી છે.