મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શિંદેનું સરેન્ડર! મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી મંજૂર, મોદી- શાહ લેશે અંતિમ નિર્ણય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? આ સવાલનો અંત આવ્યો છે. એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશ

શિંદેનું સરેન્ડર! મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી મંજૂર, મોદી- શાહ લેશે અંતિમ નિર્ણય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? આ સવાલનો અંત આવ્યો છે. એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેનો પણ જવાબ આપ્યો હતો. એકનાથ શિંદેએ કહ્યું કે ભાજપના જે પણ મુખ્યમંત્રી હશે તેને હું સમર્થન આપીશ. મેં ક્યારેય ખુદને મુખ્યમંત્રી માન્યો નથી. મે હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે. PM મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તે મંજૂર છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુરૂવારે દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની PM મોદી અને અમિત શાહ સાથે બેઠક મળશે અને તે પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગેનો નિર્ણય લેવામાં આવશે.

ભાજપના મુખ્યમંત્રી  મંજૂર- એકનાથ શિંદે

એકનાથ શિંદેએ કહ્યું કે, મેં ક્યારેય પોતાને મુખ્યમંત્રી નથી સમજ્યો. સામાન્ય વ્યક્તિની જેમ જ કામ કર્યું છે. એકનાથ શિંદેએ કહ્યું કે, PM મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તે અમને મંજુર છે. સરકાર બનાવવા માટે મારી તરફથી કોઇ અડચણ નથી. ભાજપના મુખ્યમંત્રી મને મંજૂર છે. એકનાથ શિંદેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જે પણ નિર્ણય લેશે તે શિવસેનાને મંજૂર છે. મહાયુતિ મજબુત છે અને અમે સૌ મળીને કામ કરવા માટે તૈયાર છીએ.'મહત્ત્વપૂર્ણ છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે.

શિંદે-ફડણવીસ અને પવારને દિલ્હી બોલાવવામાં આવ્યા

મહત્ત્વપૂર્ણ છે કે, એકનાથ શિંદે,દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ભાજપના હાઇકમાને પ્રફુલ પટેલ, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મહત્ત્વની બેઠક કરી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં મહારાષ્ટ્રના રાજકારણને લઇને મહત્ત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં રાજ્યમાં રાજકીય સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે. 

એકનાથ શિંદેની પત્રકાર પરિષદની મહત્ત્વની વાતો

  • અમે લાડલી બહેન યોજના પર કામ શરૂ કર્યું
  • મારા માટે CMનો અર્થ કોમનમેન
  • મે સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કર્યું
  • અમે દરેક માણસને કઇને કઇ આપવાનું કામ કર્યું
  • મહાવિકાસ અઘાડી સમયે ખેડૂતોના પ્રશ્ન, સામાન્ય લોકોના પ્રશ્ન અમે હલ કર્યા
  • PM મોદી અને અમિત શાહે હંમેશા મારો સાથ આપ્યો
  • હું લાડલી બહેનોનો લાડકો ભાઇ છું
  •  મે રાજ્યની પ્રગતિ માટે કામ કર્યું

આ સમાચાર શેર કરો