મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યૂ ટ્યુબર એલ્વિશ યાદવને EDએ મોકલ્યું સમન્સ, સાપના ઝેરની પાર્ટી મામલે પૂછપરછ થશે

યૂ ટ્યુબર એલ્વિશ યાદવને EDએ સાપના ઝેરની પાર્ટી મામલે નવુ સમન્સ મોકલ્યું છે. EDએ મની લૉન્ડ્રિંગ કેસમાં એલ્વિશ યાદવને સમન્સ મ

યૂ ટ્યુબર એલ્વિશ યાદવને EDએ મોકલ્યું સમન્સ, સાપના ઝેરની પાર્ટી મામલે પૂછપરછ થશે

યૂ ટ્યુબર એલ્વિશ યાદવને EDએ સાપના ઝેરની પાર્ટી મામલે નવુ સમન્સ મોકલ્યું છે. EDએ મની લૉન્ડ્રિંગ કેસમાં એલ્વિશ યાદવને સમન્સ મોકલીને 23 જુલાઇએ પૂછપરછ માટે લખનૌ બોલાવ્યો છે. આ પહેલા EDએ એલ્વિશ યાદવને નોટિસ મોકલીને 8 જુલાઇએ પૂછપરછ માટે બોલાવ્યો હતો. જોકે, એલ્વિશે વિદેશમાં હોવાની વાત કહીને કેટલાક દિવસનો સમય માંગ્યો હતો. હવે EDએ 23 જુલાઇએ હાજર થવા સમન્સ મોકલ્યું છે.

આ પહેલા ED આ વર્ષે મે મહિનામાં સાપના ઝેરના કેસમાં મની લૉન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો, કારણ કે આ રેકેટમાં મોટી રકમ સામેલ હતી. 17 માર્ચે એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

જોકે, પાંચ દિવસ બાદ તેને કોર્ટમાંથી રાહત મળી હતી. EDના એક સીનિયર અધિકારીએ પૃષ્ટી કરી કે એજન્સીની લખનૌ બ્રાન્ચે 23 જુલાઇએ એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યો છે કારણ કે તેને પોતાના વિદેશ પ્રવાસનો હવાલો આપતા 8 જુલાઇએ ED સામે હાજર થઇ શકે તેમ નહતો. 

એલ્વિશ યાદવના સહયોગીની પણ કરાઇ પૂછપરછ

એલ્વિશ યાદવના નજીકના સહયોગી અને હરિયાણાના ગાયક રાહુલ યાદવ જેને ફાઝિલપુરિયાના નામથી ઓળખવામાં આવે છે. સોમવારે EDની લખનૌ ઓફિસમાં કેટલાક કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ફાઝિલપુરિયાની પોતાના એક ગાયનમાં સાપનો ઉપયોગ કરવાને લઇને પૂછપરછ કરવામાં આવી હતી.

એલ્વિશ યાદવના અન્ય સહયોગીઓ ઈશ્વર યાદવ અને વિનય યાદવની પણ આ ઘટનામાં પૂછપરછ કરવામાં આવી છે. 6 એપ્રિલે ગૌતમ બુદ્ધનગર પોલીસે ફરિયાદ નોંધ્યાના છ મહિના બાદ યાદવ અને સાત અન્ય વિરૂદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 1200 પાનાનો આરોપ દાખલ કર્યો હતો. આરોપમાં જણાવવામાં આવ્યું કે કઇ રીતે સાપની તસ્કરી કરવામાં આવી અને પાર્ટીમાં તેના ઝેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો