મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કર્ણાટકમાં કોંગ્રેસના નેતા કેસી વીરેન્દ્રના ઘરે EDના દરોડા, 12 કરોડ કેશ; 6 કરોડની જ્વેલરી જપ્ત

ગેરકાયદેસર સટ્ટાબાજી રેકેટ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીર

કર્ણાટકમાં કોંગ્રેસના નેતા કેસી વીરેન્દ્રના ઘરે EDના દરોડા, 12 કરોડ કેશ; 6 કરોડની જ્વેલરી જપ્ત

ગેરકાયદેસર સટ્ટાબાજી રેકેટ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર 'પપ્પી', તેમના ભાઇ અને કેટલાક અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસના નેતાના ઘરમાંથી 12 કરોડ રૂપિયા કેશ સિવાય 6 કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના કેસમાં કર્ણાટકના ચિત્રદુર્ગ મતવિસ્તારના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ગંગટોકથી ધરપકડ કરી હતી અને પીએમએલએ, 2002 હેઠળ ચાર વાહનો સહિત આશરે 12 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી.

કર્ણાટક કોંગ્રેસના નેતાના ઘરે EDના દરોડા

EDએ ચિતદુર્ગા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય કે.સી.વીરેન્દ્ર અને અન્ય લોકો વિરૂદ્ધ ઓનલાઇન અને ઓફલાઇન સટ્ટાબાજી મામલે કેસ નોંધ્યો હતો. EDએ દેશભરમાં 31 જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં ગંગટોક, ચિતદુર્ગા, બેંગલુરૂ, હુબલી, જોધપુર, મુંબઇ અને ગોવા સામેલ છે. ગોવામાં પાંચ કેસિનો-પપ્પી'સ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપ્પી'સ કેસિનો પ્રાઇડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસમાં ખુલાસો થયો કે આરોપી કેટલીક ઓનલાઇન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવી રહ્યો હતો જેના નામ King567, Raja567 વગેરે છે.આ સિવાય આરોપીનો ભાઇ કે.સી.થિપ્પેસ્વામી દુબઇથી ત્રણ કંપનીઓ- ડાયમંડ સોફ્ટટેક, ટીઆરએસ ટેકનોલોજી અને પ્રાઇમ9 ટેકનોલોજી ચલાવે છે. આ કંપનીઓ કોલ સેન્ટર સેવા અને ગેમિંગ બિઝનેસ સાથે જોડાયેલી છે.

આ સમાચાર શેર કરો