Tamil Naduમાં ED વિરુદ્ધ પોલીસની કાર્યવાહી: મંત્રીના નિવાસ પર દરોડા બાદ નોધાયો કેસ
તમિલનાડુમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ વિરુદ્ધ ચેન્નઈની ત્રિપ

ED દ્વારા આ કાર્યવાહી તમિલનાડુ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી પેરિયાસામી અને તેમના પુત્ર, પલાની બેઠકના ધારાસભ્ય IP સેન્થિલ કુમારની મિલકતો અંગે કરવામાં આવી હતી. આ બંને ધારાસભ્ય પિતા અને પુત્ર સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.
ED એ એક સાથે ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આમાં ડિંડીગુલમાં મંત્રીનું નિવાસસ્થાન, પલાનીમાં તેમના પુત્રનું નિવાસસ્થાન અને ડિંડીગુલના શિવાજી નગરમાં તેમની પુત્રી ઇન્દ્રાણીનું ઘર શામેલ હતું. આ શોધખોળ પહેલાં, ધારાસભ્યના પ્રભાવને ધ્યાનમાં રાખીને, સવારે અર્ધલશ્કરી દળોએ ત્રણેય વિસ્તારોને ઘેરી લીધા હતા, ત્યારબાદ ટીમ પહોંચી અને કલાકો સુધી શોધખોળ કરી.
નોંધનીય છે કે પેરિયાસામી અને તેમનો પરિવાર એજન્સીની નજર હેઠળ છે તે કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ તેની સુનાવણી 18 ઓગસ્ટે કરશે.
ડીએમકે ગુસ્સે ભરાયું
તમિલનાડુમાં શાસક ડીએમકેએ પેરિયાસામી પરિવાર સામેની તપાસને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કથિત મત ચોરી અભિયાન પરથી ધ્યાન હટાવવાની યોજના ગણાવી. પીટીઆઈ અનુસાર, ડીએમકે પ્રવક્તાએ કહ્યું કે પાર્ટી ન તો ED થી ડરશે કે ન તો મોદી થી."
પાર્ટી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં,જણાવવામાં આવ્યું છે કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ચૂંટણીના સાધન તરીકે ઉપયોગ કરી રહી છે. તે સતત વિરોધી પક્ષો પર મની લોન્ડરિંગનો આરોપ લગાવી રહી છે અને સતત મત ચોરીનું રાજકારણ કરી રહી છે. તેમણે કહ્યું, "ભાજપ ચૂંટણી પંચનો ઉપયોગ કરીને ચૂંટણીમાં છેતરપિંડી કરવામાં સામેલ હોવાનો પર્દાફાશ થયો છે. દેશ આનાથી ચોંકી ગયો છે. ગેરકાયદેસર મત ચોરી પરથી ધ્યાન હટાવવા માટે, ED પેરિયાસામી સાથે જોડાયેલા સ્થળોની તપાસ કરી રહી છે.
ED અને ભાજપ વિરોધી રાજ્ય સરકારો વચ્ચેની લડાઈ નવી નથી. પશ્ચિમ બંગાળની મમતા સરકાર પણ સતત ED અધિકારીઓને નિશાન બનાવે છે. મમતાએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી પોતાના અંગત ફાયદા માટે ED નો ઉપયોગ કરે છે.








