મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ EDના દરોડા, જાણો શું છે ઘટના

ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજ

બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ EDના દરોડા, જાણો શું છે ઘટના

ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઘટના ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સાથે જોડાયેલી છે.

EDની ઝારખંડ ઓફિસના અધિકારીઓ બે પડોશી રાજ્યોમાં કુલ 17 સ્થળોએ સર્ચ ચલાવી રહ્યા છે. ઝારખંડમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓની કથિત ઘૂસણખોરી અને તસ્કરીના કેસની તપાસ માટે EDએ સપ્ટેમ્બરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. એવો પણ આરોપ છે કે ઘૂસણખોરી અને તસ્કરીથી ગુનાહિત આવક ભેગી કરવામાં આવી હતી.

NIAએ પાડ્યા હતા દરોડા

આ પહેલા સોમવારે NIAએ દેશના 9 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને બાંગ્લાદેશીઓ અને અલ કાયદાના નેટવર્ક સામે કાર્યવાહી કરી હતી. આ દરોડામાં ખુલાસો થયો હતો કે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અલ કાયદાને ફંડિંગ કરી રહ્યા છે અને તેઓ દેશની આંતરિક સુરક્ષા માટે કેવી રીતે ખતરો બની રહ્યા છે. 

આ પણ વાંચો: 'દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે', વડતાલ દ્વિ-શતાબ્દી મહોત્ત્સવમાં PM મોદી

ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉઠાવ્યો હતો ઘૂસણખોરીનો મુદ્દો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, રાજ્ય સરકાર પર ઘૂસણખોરીને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે આદિવાસી વસ્તી ધરાવતા સંથાલ પરગણા અને કોલ્હાનમાં વસ્તી વિષયક લેન્ડસ્કેપમાં બદલાવ આવ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બુધવારે 43 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો પર મતદાન થશે. વિધાનસભા ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

EDના દરોડાને લઇને JMMના નેતાએ શું કહ્યું?

આ સમાચાર શેર કરો