મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ફડણવીસની ટીમના કેટલાક મંત્રીઓ પર ચાલી રહી છે EDની તપાસ, ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ

મહારાષ્ટ્રમાં કેબિનેટનો વિસ્તાર થઇ ગયો છે. કેટલાક દિવસની માથાકુટ બાદ મંત્રીઓના નામ પર મોહર

ફડણવીસની ટીમના કેટલાક મંત્રીઓ પર ચાલી રહી છે EDની તપાસ, ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ

મહારાષ્ટ્રમાં કેબિનેટનો વિસ્તાર થઇ ગયો છે. કેટલાક દિવસની માથાકુટ બાદ મંત્રીઓના નામ પર મોહર લાગી છે અને જલ્દી વિભાગોની ફાળવણી થશે. જોકે, ફડણવીસની ટીમમાં સામેલ મંત્રીઓમાં કેટલાક એવા નામ પણ સામેલ છે જેમના પર ભ્રષ્ટાચારના આરોપમાં ED તપાસ કરી રહી છે.

આ મંત્રી તપાસના ઘેરામાં

મંત્રી મંડળ વિસ્તારમાં ભાજપના 19, શિવસેનાના 11 અને NCPના 9 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે જેમાંથી ત્રણ નેતાઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ છે.તપાસના ઘેરામાં ફસાયેલા આ મંત્રીઓમાં પ્રતાપ સરનાઇક, હસન મુશરિફ અને ધનંજય મુંડેનું નામ સામેલ છે. કોઇ પણ નેતાના નામે ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં જમા કરવામાં આવી નથી જેનો અર્થ તેમની તપાસ ચાલુ છે.

ભાજપના મંત્રીઓને મળ્યું ક્લિયરન્સ

બીજી તરફ ભાજપના એક મંત્રી ગિરીશ મહાજનને CBI પાસેથી ક્લિયરન્સ મળી ગયુ છે. હવે તે આરોપ મુક્ત થઇ ગયા છે. મહત્ત્વપૂર્ણ છે કે MVA સરકાર દરમિયાન ગિરીશ વિરૂદ્ધ બળજબરી વસુલી કરવા અને અપહરણ જેવા આરોપ લાગ્યા હતા, તેમને CBI તપાસની માંગ કરી હતી જે બાદ શિંદેએ તપાસ CBIને સોપી હતી. જોકે, બાદમાં CBIએ ગિરીશ મહાજનને ક્લિયરન્સ આપી દીધુ હતુ.

મુશરિફના ઠેકાણા પર ED રેડ કરી ચુક્યુ છે

મંત્રી હસન મુશરિફના કેટલાક ઠેકાણા પર ED દરોડા પાડીને કાર્યવાહી કરી ચુક્યુ છે. ધનંજય મુંડે પર પણ એક 17 એકરના પ્લોટની ગડબડ સંબંધિત તપાસ ચાલી રહી છે. સરનાઇક વિરૂદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ ચાલી રહી છે.

મંત્રીઓ સાથે જોડાયેલી કંપની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

પ્રતાપ સરનાઇક, હસન મુશરિફ અને ધનંજય મુંડે પર બળજબરી મની લોન્ડ્રિંગના આરોપ EDએ લગાવ્યા હતા ત્યારે તે વિપક્ષમાં હતા અને બાદમાં સરકારમાં સામેલ થઇ ગયા. રિપોર્ટ અનુસાર, જે મંત્રીઓ પર કેસ ચાલુ છે તેની સાથે જોડાયેલી કંપનીઓ અને કેટલાક લોકો વિરૂદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: CM ફડણવીસનું ખાતા વહેંચણી બાબતે આવ્યું નિવેદન, જાણો આ મામલે શિંદેએ શું કહ્યું

બે દિવસમાં વિભાગની ફાળવણી થશે

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બે દિવસમાં સ્પષ્ટ થઇ જશે કે કોને ક્યુ ખાતું ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી ફડણવીસે શપથગ્રહણ સમારંભ બાદ વાત કરતા કહ્યું કે 39 નેતાઓએ શપથ લીધા છે જેમાંથી 6 રાજ્ય મંત્રી છે. 

આ સમાચાર શેર કરો