મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'બુલડોઝર પર બધાનો હાથ સેટ ના થાય', અખિલેશને યોગીએ આપ્યો સણસણતો જવાબ

બુલડોઝર મુદ્દે યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે વાકયુદ્ધ ચાલુ થયું છે. અખિલેશ યાદવના

'બુલડોઝર પર બધાનો હાથ સેટ ના થાય', અખિલેશને યોગીએ આપ્યો સણસણતો જવાબ

બુલડોઝર મુદ્દે યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે વાકયુદ્ધ ચાલુ થયું છે. અખિલેશ યાદવના બુલડોઝર પર યુપી સીએમ યોગી આદિત્યનાથે વળતો પ્રહાર કરતા કહ્યું કે, દરેક વ્યક્તિનો બુલડોઝર પર હાથ સેટ ના થઈ શકે. જે લોકો તોફાનીઓ - ગુંડાઓની સામે નતમસ્તક થઈ જનારાઓ આવું ના કરી શકે. અખિલેશ યાદવ આ વાત સારી રીતે જાણે છે.

અખિલેશ યાદવે કહ્યું હતું કે, 2027માં યુપીમાં સપાની સરકાર બન્યા બાદ તમામ બુલડોઝર ગોરખપુર તરફ હશે. બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ અખિલેશ યાદવે આવી ટિપ્પણી કરી હતી. 

અખિલેશની આ ટિપ્પણીનો જવાબ આપતાં યોગીએ કહ્યું કે, જેઓ 2017 પહેલા લૂંટ ચલાવતા હતા તે ટીપુ પણ હવે સુલતાન બની ગયા છે. વર્ષો પહેલા એક સિરિયલ 'મુંગેરી લાલ કે સપને...' આવી હતી. આ લોકોને જ્યારે પણ તક મળી ત્યારે તેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમતા હતા.

સીએમ યોગીએ કહ્યું કે આજે કોઈપણ જિલ્લામાં રહેતા યુવાનોને સમાન તકો મળી છે. જે લોકો બેઈમાન હશે તેમની મિલકત જપ્ત કરીશું. આ લોકોએ રાજ્યને રમખાણોમાં ધકેલી દીધું અને જાતિ- જાતિ વચ્ચે સંઘર્ષ ઊભો કર્યો. આયોગે પારદર્શક પ્રક્રિયા દ્વારા 13 વિભાગની પસંદ કરી છે. જ્ઞાતિ કે જિલ્લાનો કોઈ ભેદ નથી. દરેકને તક મળી છે. સાડા ​​સાત વર્ષમાં નિમણૂકોમાં પારદર્શિતા આવી છે. પહેલા આવું શક્ય નહોત. અમે સુધારી લીધું છે.  

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડી પાડવું યોગ્ય નથી. સરકાર અને પ્રશાસનની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ તેનું ઘર તોડી ન શકાય. આ મુદ્દે યોગીએ સુપ્રીમમાં સોગંધનામું પણ કર્યું છે. 

આ સમાચાર શેર કરો