મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ટેન્શન ના લો, તમારો પુત્ર દોષી નથી', સુપ્રીમ કોર્ટનો અમદાવાદ વિમાન દુર્ઘટના પર પાયલટના પિતાને જવાબ

અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર સુપ્ર

'ટેન્શન ના લો, તમારો પુત્ર દોષી નથી', સુપ્રીમ કોર્ટનો અમદાવાદ વિમાન દુર્ઘટના પર પાયલટના પિતાને જવાબ

અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને DGCAને નોટિસ ફટકારી છે. આ આદેશ પાયલટ સુમિત સબરવાલના પિતાની અરજી પર આપ્યો છે, જેમણે દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોર્ટે કહ્યું કે પાયલટને આ દુર્ઘટના માટે દોષી ઠેરવી ના શકાય.સુપ્રીમ કોર્ટે આ આદેશ પુષ્કરરાજ સબરવાલની અરજી પર આપ્યો છે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ

એર ઇન્ડિયાના મૃતક પાયલટ સુમિત સબરવાલના પિતાએ વિમાન દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ (FIP)એ પણ આ ણાંગ સાથે એક અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સૂર્યકાંતે સ્વર્ગીય પાયલટના પિતા સુમિત સબરવાલને કહ્યું, "આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી પરંતુ તમારે આ ભાર ઉઠાવવો ના જોઇએ કે તમારા દીકરાને દોષી ઠેરવવામાં આવી રહ્યો છે."

તપાસ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પાયલટના પિતા

મહત્ત્વપૂર્ણ છે કે સ્વર્ગીય પાયલટ સુમિત સબરવાલના પિતા સુપ્રીમ કોર્ટમાં ત્યારે પહોંચ્યા જ્યારે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)એ જુલાઇમાં પોતાના પ્રાથમિક રિપોર્ટમાં કહ્યું કે ઉડાન ભરવાની તરત બાદ બન્ને એન્જિનના ઇંધણનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઇંધણ નિયંત્રણ સ્વિચ એક બાદ એક 'કટ ઓફ' સ્થિતિમાં આવી ગયા.જોકે, લગભગ 10 સેકન્ડ બાદ સ્વિચ પરત ચાલુ કરી દેવામાં આવી પરંતુ એન્જિન પહેલા જ સળગી ગયો હતો જેને કારણે દુર્ઘટના બની.

અમદાવાદ વિમાન દુર્ઘટનાની સ્વતંત્ર તપાસ માટે પાયલટ સુમીત સભરવાલના પિતા દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "પાયલટને દોષ ના આપવો જોઇે, તમારે (AI વિમાન દુર્ઘટનાના પાયલોટના પિતા) પોતાની ઉપર ભાર ના રાખવો જોઇએ,પ્રાથમિક તપાસ રિપોર્ટમાં પણ પાયલોટ વિરૂદ્ધ કોઇ આરોપ નથી."

12 જૂને અમદાવાદમાં બની હતી વિમાન દુર્ઘટના

મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. ભારતીય વિમાન તપાસ બ્યુરો (AAIB)એ રિપોર્ટમાં જણાવ્યું કે ઉડાન ભરવાની 90 સેકન્ડ બાદ વિમાનના બન્ને એન્જિનોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. આ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા જ્યારે અન્ય 34 લોકોના મોત થયા હતા. કૂલ મળીને આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો