મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પત્નીની રીલ બનાવવાની આદતથી ત્રાસીને પતિ પહોંચ્યો છૂટાછેડા લેવા, પછી જોવાજેવી થઈ

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમનો આવકના સ્ત્રોત તરીકે ઉપયોગ થઈ ર

પત્નીની રીલ બનાવવાની આદતથી ત્રાસીને પતિ પહોંચ્યો છૂટાછેડા લેવા, પછી જોવાજેવી થઈ

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમનો આવકના સ્ત્રોત તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના અનેક લાભ હોવાની સાથે તેના ગેરફાયદાઓ પણ છે, ત્યારે ગોરખપુરના ખજની પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ટ્રક ડ્રાઈવરે પત્નીની રીલ બનાવવાની આદતથી કંટાળી ગયો હોવાની ઘટના સામે આવી છે. પતિએ આ મામલે પોલીસ સ્ટેશનમાં જઈને પત્નીથી છુટાછેડા લેવાની માગ કરી હતી. પતિએ કહ્યું કે, 'મારી પત્ની સોશિયલ મીડિયામાં રીલ બનાવીને પોસ્ટ કરે છે. જેને લઈને મારા મિત્રો અને સંબંધીઓ મારી મજાક ઉડાવે છે, મને છુટાછેડાં અપાવો.'

પોલીસ સામે પતિએ કહ્યું કે, 'શરૂઆતમાં હું ખુદ પત્નીને રીલ બનાવવામાં મદદ કરતો હતો. પરંતુ સંબંધીઓ મને મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું. મારી પત્ની સોશિયલ મીડિયામાં રોજ રીલ પોસ્ટ કરે છે, જેનાથી તેની બદનામી થવા લાગી છે. આ મામલે અમારા બંને વચ્ચે વિવાદ વધવા લાગ્યો અને મામલો છુટાછેડા સુધી પહોંચ્યો છે.'

પત્નીની રીલ બનાવની આદતને લઈને પતિ પરેશાન

જ્યારે સમગ્ર મામલે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, 'મારા પતિનો સંબંધ મારી બહેન સાથે થઈ ગયો છે. જેને લઈને તે દારૂ પીને મને મારે છે.' આ પછી પોલીસે પતિને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, પત્ની સોશિયલ મીડિયામાં વધુ પડતી એક્ટિવ રહેવાને લઈને પતિ કંટાળીને તેનાથી દૂર જવા માંગતો હતો.

જ્યારે પોલીસે બંનેને સમજાવ્યા હતા અને તેમના બાળકોનું ધ્યાન રાખવા જણાવીને પતિ-પત્ની તેમના ઘરે મોકલી દીધા હતા. પોલીસે અંતે બંને જણાવ્યું કે, ભવિષ્યમાં ફરીથી આ પ્રકારનો વિવાદ સામે આવ્યો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

 

આ સમાચાર શેર કરો