મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ, 26 જાન્યુઆરીએ PM મોદી કરે જાહેરાત; ઉદ્ધવ સેના

શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. ઉદ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ

બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ, 26 જાન્યુઆરીએ PM મોદી કરે જાહેરાત; ઉદ્ધવ સેના

શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. ઉદ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, 26 જાન્યુઆરીએ PM મોદીએ તેની જાહેરાત કરવી જોઇએ.મહત્ત્વપૂર્ણ છે કે સંજય રાઉતે આ વાત બાલાસાહેબની જન્મજયંતિ પર કરી છે. આ પહેલા રાજ ઠાકરેએ પણ બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ કરી ચુક્યા છે.

બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ

સંજય રાઉતે કહ્યું, બાલાસાહેબ ઠાકરે તમામ હિન્દુઓ અને મરાઠી માણસ માટે ભગવાન જેવા છે. આજે જો અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તો તેમાં બાલાસાહેબ ઠાકરેનું મહત્ત્વનું યોગદાન હતું. રાઉતે કહ્યું, 'કેટલાક હિન્દુ સંગઠનો તરફથી માંગ કરવામાં આવી રહી છે કે બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવામાં આવે. અમે પણ આજે માંગ કરીએ છીએ કે PM મોદી 26 જાન્યુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરે.'

સામનામાં અમિત શાહ-શિંદે પર પ્રહાર

આ વચ્ચે ઉદ્ધવ સેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં અમિત શાહ અને એકનાથ શિંદે પર પ્રહાર કર્યા છે. અખબારના અગ્રલેખમાં એકનાથ શિંદેને ગદ્દાર ગણાવવામાં આવ્યા છે અને મરાઠાઓની પાનીપતની ત્રીજી લડાઇમાં હારની તુલના કરવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું કે બાલાસાહેબ ઠાકરેનું નામ અમિત શાહ જેવા નેતા મહારાષ્ટ્રમાં આવીને લે છે, તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી શક્તિ શિવસેનાને આ લોકોએ જ નબળી કરી છે. સામનામાં લખવામાં આવ્યું કે પાનીપતની ત્રીજી લડાઇમાં કેટલાક લોકોએ સદાશિવ રાવ ભાઉ સાથે ગદ્દારી કરી હતી તેવી રીતે એકનાથ શિંદે જેવા ગદ્દારને ઉભા કરી દેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો