VIDEO: દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાયું
દિલ્હીમાં અવાર નવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ સતત મળતા રહે છે. ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટને બોમ્બથ

દિલ્હીમાં અવાર નવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ સતત મળતા રહે છે. ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ મચ્યો છે. મેઈલમાં એવો દાવો કરાયો છે કે, કોર્ટ પરિસરમાં સંદિગ્ધ સામાન ગોઠવી દેવાયો છે. આવો મેઈલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અને તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવાઈ રહ્યું છે.
દિલ્હીમાં શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યા બાદ હવે દિલ્હી હાઈકોર્ટને બોમ્બની ધમકી મળી છે. પોલીસે તાત્કાલિક પરિસર ખાલી કરાવી દીધું છે. ન્યાયાધીશો, વકીલો સહિત તમામ લોકોને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
પોલીસને મેઈલ પર ધમકી મળી
દુષ્ટોએ દિલ્હી પોલીસને મેઈલ કરીને ધમકી આપી છે. દિલ્હી હાઈકોર્ટના 3 કોર્ટ રૂમમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીભર્યો મેઈલ પોલીસને મળ્યો છે. લગભગ 11 વાગ્યે માહિતી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. દુષ્ટોએ 2 વાગ્યા સુધીમાં કોર્ટ ખાલી કરવાની ધમકી આપી છે. કોર્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.






