રક્ષા મંત્રી રાજનાથ સિંહ AIIMSમાં દાખલ, હાલત સ્થિર
રક્ષા મંત્રી રાજનાથ સિંહને કમરના દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિક

રક્ષા મંત્રી રાજનાથ સિંહને કમરના દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે મંત્રીને બપોરે 3 વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહને નવી દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ તેમની તબિયત સ્થિર છે. એઈમ્સના સૂત્રોએ જણાવ્યું કે રાજનાથ સિંહને પીઠના ગંભીર દુખાવાની ફરિયાદ બાદ ન્યુરોસર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા 23 જુલાઈએ રજૂ થનાર કેન્દ્રીય બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ સીતારામન રજૂ કરશે, જે 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.






