ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિજ સઈદનું મોત કે સસ્પેન્સ, પાકિસ્તાની પત્રકારે ફોડ્યો ભાંડો
ભારતના દુશ્મન નંબર વન અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં માર્યો ગયો? રવિવારે

ભારતના દુશ્મન નંબર વન અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં માર્યો ગયો? રવિવારે એક ઓપરેશન બાદ પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર નઈમ મન્સૂરે આ દાવો કર્યો હતો. પાકિસ્તાની પત્રકાર નઈમ મન્સૂરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હાફિઝ સઈદ એક ઓપરેશનમાં માર્યો ગયો.
પાકિસ્તાની પત્રકાર નઈમ મન્સૂરના જણાવ્યા મુજબ શનિવારે (૧૫ માર્ચ) અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા થયેલા હુમલામાં માર્યા ગયેલા બે લોકોમાં એક હાફિજ સઈદ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. નઈમ મન્સૂરની આ પોસ્ટ ઘણા પાકિસ્તાની પત્રકારો દ્વારા શેર કરવામાં આવતા સવાલો પેદા થઈ રહ્યા છે કે શું ખરેખર હાફિઝની સાથે તેનો ભત્રીજો અબુ કતલ સાથે માર્યો ગયો?
ભત્રીજા કતાલના મૃત્યુની પુષ્ટિ થઈ
પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ સઈદના ભત્રીજા અબુ કતાલની ઝેલમમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બાઈક પર આવેલા બંદૂકધારીઓની ઓળખ થઈ શકી નથી. કતલ લશ્કર-એ-તૈયબાનો ઓપરેશન ચીફ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથેના ઊંડા મતભેદોને કારણે અબુ કતાલની હત્યા કરાઈ હતી. પાકિસ્તાનમાં કતાલના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. પરંતુ હાફિઝ સઈદ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
2 મોતની પુષ્ટિ થઈ તો બીજું કોણ?
ઝેલમમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા લશ્કર-એ-તૈયબાના બે આત્મઘાતી બોમ્બરોની હત્યા કરવામાં આવી હતી. વરિષ્ઠ પત્રકાર અરશદ યુસુફઝાઈના જણાવ્યા અનુસાર, બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે પરંતુ પોલીસ મૌન રહી રહી છે. યુસુફઝાઈએ પોતાની પોસ્ટમાં હાફિઝ સઈદનું નામ પણ લીધું છે. પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે, જ્યારે 2 મૃત્યુની પુષ્ટિ થઈ છે તો પછી બીજું કોણ? કારણ કે હાફિઝ સઈદ ઘણીવાર તેના ભત્રીજા અબુ કતાલ સાથે રહેતો હતો. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંદૂકધારીઓએ કતાલ સાથે હાફિઝની પણ હત્યા કરી હતી.
સવાલો થવાનું કારણ
અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કરના બે માણસોની હત્યા કરતાંની સાથે જ ઝેલમમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. પ્રશ્નો એટલા માટે પણ ઉભા થઈ રહ્યા છે કારણ કે સામાન્ય રીતે જ્યારે જ્યારે હાફિઝના મોતની અફવા ઉડી ત્યારે હાફિઝ સઈદના હેન્ડર પરથી કોઈ પોસ્ટ આવતી હતી. પરંતુ આ વખતે કોઈ પોસ્ટ કરી નથી. ના તો કોઈ પૂરાવા રજૂ કર્યા છે. પાકિસ્તાન સરકારે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. પાકિસ્તાને હાફિઝની હત્યાના સમાચારનો ઇનકાર પણ કર્યો નથી. પાકિસ્તાની મીડિયા પણ તેને ખુલ્લેઆમ કવર કરી શકતું નથી.








