મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આવી ભૂલ સુરક્ષા માટે ખતરો', રાહુલ ગાંધીએ સિક્યુરિટી પ્રોટોકોલ તોડતા CRPFએ ખડગેને લખ્યો પત્ર

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અનિશ્ચિત વિદેશ પ્ર

'આવી ભૂલ સુરક્ષા માટે ખતરો', રાહુલ ગાંધીએ સિક્યુરિટી પ્રોટોકોલ તોડતા CRPFએ ખડગેને લખ્યો પત્ર

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અનિશ્ચિત વિદેશ પ્રવાસો સામે વાંધો ઊઠાવ્યો છે. સુરક્ષા પ્રોટોકોલ તોડવા બદલ તેમને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર CRPFના VVIP સુરક્ષા વડા દ્વારા જાહેર કર્યો છે અને તેની એક નકલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલવામાં આવી છે. આ પત્ર 10મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી સતત તેમની સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યા નથી.

વીવીઆઈપી સુરક્ષા વડાએ પત્રમાં શું લખ્યું...

અહેવાલો અનુસાર, વીવીઆઈપી સુરક્ષા વડાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સુરક્ષા પ્રત્યેના વલણ પર પણ સવાલ ઊઠાવ્યા છે. તેમણે પત્ર લખ્યો છે કે, રાહુલ ગાંધી સતત તેમની સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યા નથી. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'Z' પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે, જેમાં એડવાન્સ સિક્યુરિટી લાયઝન (ASL) કવર પણ શામેલ છે. આ દેશની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણીઓમાંની એક છે, જેમાં મોટી સંખ્યામાં CRPF જવાનો હંમેશા સુરક્ષા માટે તહેનાત રહે છે.
 
'યલો બુક પ્રોટોકોલ'નું ઉલ્લંઘન

સૌથી મોટી ફરિયાદ એ છે કે રાહુલ ગાંધીએ CRPF સુરક્ષાના 'યલો બુક પ્રોટોકોલ'નું ઉલ્લંઘન કર્યું છે. તેઓએ તેમને જાણ કર્યા વિના વિદેશ પ્રવાસ કર્યો. VVIP સુરક્ષા માટે આ પ્રોટોકોલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને સુરક્ષા એજન્સીઓ માટે તેનું પાલન કરવું ફરજિયાત છે.

પત્રમાં જણાવાયું છે કે Z પ્લસ ASL સુરક્ષાથી સજ્જ VIP એ વિદેશ પ્રવાસ કરતા ઓછામાં ઓછા 15 દિવસ પહેલા તેમની સુરક્ષા એજન્સીને જાણ કરવી જરૂરી છે. પરંતુ રાહુલ ગાંધી આમ કરતા નથી. CRPF એ ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધી દેશના ખાસ VVIP માંથી એક છે જેઓનું "અત્યંત સંવેદનશીલ મહત્વ" છે, તેમ છતાં તેઓ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરતા નથી.

રાહુલ ગાંધી અચાનક વિદેશ પ્રવાસે ગયા હતા

બિહારમાં વોટર અધિકાર યાત્રા પૂર્ણ કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક વિદેશ પ્રવાસે ગયા હતા. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વાઈરલ થઈ રહી હતી. જો કે, તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે ભારત પરત ફર્યા છે અને પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
 
6 વિદેશી પ્રવાસોમાં સુરક્ષા પ્રોટોકોલનું કર્યું ઉલ્લંઘન

- 30 ડિસેમ્બર 2024થી 9 જાન્યુઆરી 2025 - ઇટાલી પ્રવાસ (નવા વર્ષમાં 10-11 દિવસ)
- 12 માર્ચથી 17 માર્ચ - વિયેતનામ પ્રવાસ
- 17 એપ્રિલ થી 23 એપ્રિલ - દુબઈ પ્રવાસ
- 11 જૂનથી 18 જૂન - કતાર દોહા પ્રવાસ
- 25 જૂનથી 6 જુલાઈ - લંડન પ્રવાસ
- 4 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર - મલેશિયા પ્રવાસ

સુરક્ષા એજન્સી અનુસાર, છેલ્લા 9 મહિનામાં રાહુલ ગાંધી 6 વખત વિદેશ ગયા અને દરેક વખતે સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું. એજન્સીને આમાંથી કોઈપણ પ્રવાસ વિશે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે, તો રાહુલ ગાંધીની સુરક્ષા માટે ખતરો વધી શકે છે. CRPF ના ઉચ્ચ અધિકારીએ કોંગ્રેસ નેતૃત્વને વિનંતી કરી છે કે રાહુલ ગાંધી સુરક્ષા નિયમોનું પાલન કરે તેની ખાતરી કરે. 

ઉલ્લેખનીય છે કે, બિહાર યાત્ર દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ અચાનક રાહુલ ગાંધીજીને ગળે લગાવ્યા હતા. રાહુલ ગાંધી પણ આ ઘટનાથી ક્ષણિક રીતે ચોંકી ગયા હતા. આ ઘટના પૂર્ણિયા જિલ્લામાં બની હતી, જ્યાંથી રાહુલ ગાંધી દિવસના તેમના છેલ્લા સ્ટોપ, અરરિયા માટે મોટરસાઈકલ પર નીકળ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત મોટી સંખ્યામાં બાઇકર્સ રાહુલ ગાંધી સાથે હતા.

આ સમાચાર શેર કરો