છત્તીસગઢમાં CRPFને મળી મોટી સફળતા, નક્સલીઓની વિસ્ફોટકો અને હથિયારો છુપાવી રાખેલી ગુફા કબજે કરી
દેશમાં લોકસભા ચૂંટણી પહેલા સીઆરપીએફે છત્તીસગઢમાં મોટા નક્સલી હુમલાના કાવતરાને ના

દેશમાં લોકસભા ચૂંટણી પહેલા સીઆરપીએફે છત્તીસગઢમાં મોટા નક્સલી હુમલાના કાવતરાને નાકામ બનાવ્યું છે. બસ્તરમાં પીએમ મોદીની રેલી પહેલા સીઆરપીએફના જવાનો તે ગુફા સુધી પહોંચવામાં સફળ રહ્યા, જ્યાં નક્સલીઓએ મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો છુપાવેલા રાખ્યા હતા. સુકમાના કિસ્ટારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુબ્બામરકા અને બીરમના જંગલો સ્થિત એક ગુફામાં રાખવામાં આવેલા વિસ્ફોટકો તેમજ હથિયારોમાં બેરલ ગ્રેનેડ લોન્ચર, બીજીએલ પ્રોજેક્ટર, જિલેટિન રોડ, ઈલેક્ટ્રોનિક ડેટોરનેટર અને આઈઈડી બનાવવાનો બીજો સામાન સામેલ છે.
સુરક્ષા દળોને એવા ઇનપુટ પણ હતા કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ ગાઢ જંગલમાં ઓચિંતો હુમલો કરી શકે છે. સુરક્ષા દળોને રસ્તામાં IED બ્લાસ્ટનો સામનો કરવો પડી શકે છે. આમ છતાં 7 એપ્રિલે સીઆરપીએફએ ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડુબ્બા માર્કા સીઆરપીએફ કેમ્પમાંથી F 208 કોબ્રા, E 212 અને D 241 કંપનીઓ ડુબ્બા માર્કા અને બિરામના જંગલો તરફ આગળ વધી હતી. આ અભિયાન સરળ નહોતું. સીઆરપીએફની ટુકડીએ આકરી ગરમી વચ્ચે સૈનિકોએ ગુફા સુધી પહોંચવા માટે લગભગ આઠ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જ્યારે CRPFએ ગુફામાં પ્રવેશ કર્યો તો અધિકારીઓ અને સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. બેરલ ગ્રેનેડ લોન્ચર સહિતની સામગ્રી છુપાવેલી હતી.
આ વિસ્ફોટકો અને હથિયારો દ્વારા નક્સલવાદીઓ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. કબજે કરાયેલા હથિયારોમાં BGL લોન્ચર 1, BGL પ્રોજેક્ટર 22, BGL રાઉન્ડ 4, BGL રાઉન્ડ નોર્મલ 57, BGL રાઉન્ડ સ્મોલ 12, BGL કારતૂસ 4, BGL નટ 7, વાયરલેસ સેટ 5, વાયરલેસ સન ચાર્જર 3, વોલ્ટ મીટર 3, સેફ્ટી ફ્યૂજ ગ્રીન 10 મીટર, સેફ્ટી ફ્યુઝ બ્લેક 5 મીટર, નોન ઈલેક્ટ્રોનિક ડિટોનેટર 105, જિલેટીન 200, ગન પાવડર 30 કિલો અને વ્હિસલ કોર્ડ 10 સહિત 60 જેટલી વસ્તુઓ મળી આવી છે.
નક્સલવાદીઓએ કેન્દ્રીય સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે ઘાતક હથિયારનું 'દેશી' મોડલ તૈયાર કર્યું છે. આ હથિયારનું નામ બેરલ ગ્રેનેડ લોન્ચર (BGL) છે. અગાઉ, નક્સલવાદીઓ એક દિવસમાં કોઈ એક કેમ્પ પર 5-10 BGL ગોળીબાર કરતા હતા, હવે સ્વદેશી મોડલની બનાવટ બાદ નક્સલવાદીઓ સુરક્ષા દળો ઉપર અને ખાસ કરીને CRPF કેમ્પ પર એક જ રાતમાં 150-200 BGL ગોળીબાર કરે છે.
જોકે, CRPF છેલ્લા કેટલાક સમયથી આવી તક આપતું જ નથી. દેશી 'બીજીએલ' ઘણી વખત ચૂકી જાય છે. સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી મેળવેલા 'BGL'ને સ્થાનિક સ્તરે ઉત્પાદિત કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. બેની બનાવટમાં લોખંડની પાતળી શીટ વપરાય છે. ગત વર્ષે પણ છત્તીસગઢના બસ્તરમાં મળી આવેલ BGLનું બેરલ સાયકલમાં હવા ભરવા માટે વપરાતા પંપમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ હથિયારના તમામ ભાગો એક જ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવતા નથી. જુદી જુદી જગ્યાએથી મંગાવવામાં આવે છે. લોખંડ કાપવાની આરી, અને ચાવી બનાવવા જે સામગ્રીનો ઉપયોગ થાય છે તેનાથી જ BGL ના પાર્ટ તૈયાર કરવામાં આવે છે. BGL થકી નક્સલીઓ 200 મીટર દૂર સુધી ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. રાતના સમયે ફાયર કરીને નક્સલીઓ ભાગી છૂટે છે.








